પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામની સીમ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસેથી પસાર થતી એસ્ટીમ ગાડી માથી ૧૦૦,૨૦૦,૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ત્રણ ઇસમો ઝડપી પાડ્યા હતા.પોલિસે ત્રણ ઇસમો અને નકલી નોટો,કાર ,મોબાઇલ ફોન સહિત કૂલ ૩,૬૯,૭૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ નોટ કયાથી લાવી કોને પહોચાડવાના હતા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલિસ સૂત્ર માથી મળતી વિગતો અનૂસાર પંચમહાલ પોલિસે બાતમીને આધારે ગોધરા તાલૂકામા હારેડા ગામ પાસેથી પસાર થતી એક કારને બાતમીને આધારે રોકી હતી.તેમા તપાસ કરતા રુપીયા ૧૦૦ રૂપિયાની નંગ-૨૮, ૨૦૦ની નોટની ૨૨૫ નંગ અને ૫૦૦ રૂપીયાની ૬૫ નંગ નોટો મળી આવી હતી.સાથે એસ્ટીમ કાર અને મોબાઇલ ફોન મળીઁને ૩,૬૯,૭૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ મળી આવ્યો હતો. જેમા પોલીસે ત્રણ આરોપીઓ રમણસિંહ જાદવ,જગદીશ ચૌહાણ,નટવરસિંહ ચૌહાણને પકડી પાડ્યા હતા.જયારે અજીતસિંહ નામનો ઇસમ ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોધી વધૂ તપાસ હાથ ધરી છે.