ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલની સુચના મુજબ પોલીસ ઈન્સ્પેકટર કે.પી જાડેજા એસ.ઓ.જી શાખા ગોધરાને મળેલ બાતમીના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.આર.ગોહીલ તેમજ એસ.ઓ.જી સ્ટાફના માણસો હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા ત્યારે બાતમીના આધારે તપાસ કરતા એક ઈસમ જેનુ નામ જશવંત હિંમતભાઈ પટેલ પોલ્ટ નં- ૯૩૦ જી.આઈ.ડી.સી હાલોલ ની ઝડપી તપાસ કરતા સરકારી કોટાનું રેશનિંગ ભુરા રંગનુ અનધિકૃત કેરોસીનનુ બેરલ નંગ-૧ જેમા ૨૦૦ લિટર કેરોસીએન મળી આવેલ હતુ તેમજ અલગ-અલગ પ્રકારના પ્રવાહિ રસાયણો ભરેલ બેરલો નંગ-૨૦૭ તેમજ ગેસની મોટી સગડી નંગ-૬ ગેસની બોટલો નંગ-૪ રસાયણ સંગ્રહ કરવાની ટાંકી નંગ-૪ રસાયણ માટેની મોટરો નંગ-૨ ખાલી બેરલો નંગ-૧૧૮ મળી આવ્યા હતા. આ તમામ બાબતો માનવવસ્તિ માટે ઝોખમ કારક હોઈ તેમજ ઝડપાયેલ કેમીકલ અને અન્ય સાધનો એફ.એસ.એલ ને મોકલી આપેલ છે. મળતી માહિતિ મુજબ સરકારી રેશનીંગ ભુરા રંગનુ કેરોસીન તથા જુદા-જુદા પ્રકારના રસાયણો મળી આવતા સરકરી કેરોસીન ને પ્રોસેસ કરી વેચાણ કરાતુ હોઈ તેમ જણાય રહ્યું છે. તપાસ દરમ્યાન ચોકાવનારી બાબતો સપાટી પર આવે તેવી સંભાવના છે.