ગોધરા, રાજુ સોલંકી
શહેરા તાલુકાના ભાટનામુવાડા અને લાલપુરી ગામ આવેલ કુણ નદીમાં રેતીનું ખનન કરતા રેતીમાફિયાઓ ઉપર ખાણખનીજ વિભાગ અને આરઆરસેલ નો દરોડો : ૫૦ લાખ નો મુદામાલ જપ્ત : રેતી માફિયાઓમાં ફફડાટ
પંચમહાલ જીલ્લામા આવેલી વિવિધ નદીઓમા ગેરકાયદેસર રેતીચોરી વ્યાપક પ્રમાણમાં બૂમો ઉઠવા પામી છે શહેરા તાલુકા ના ભાટના મુવાડા અને લાલપુરી ગામમાથી પસાર થતી કુણ નદી મા ગેરકાયદેસર રીતે એક માસ ઉપરાંત થી નાવડી વડે રેતી કાઢવામા આવી રહી હતી ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનો મા રેતી ની હેરા ફેરી રોયલ્ટી વગર થતા સરકારી તિજોરી એ મસ મોટુ નુકશાન જઈ રહયુ હતુ જેને લઇને જીલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પોલીસ વિભાગ નુ આર આર સેલ ને સાથે રાખી ને ગેરકાયદેસર રેતી ખનન થઈ રહયુ હતુ ત્યા રેડ પાડવામા આવી હતી સ્થળ પર રેતીચોરોમા ભારે દોડધામ મચી ગઈ હતી. નદી પરથી ખાણ ખનીજ વિભાગ દ્વારા બે નાવડી તેમજ બે હીટાચી મશીન સહીતનો 50લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનુ ખાણખનીજ વિભાગ પાસેથી જાણવા મળ્યુ છે. ગેરકાયદેસર ખનીજચોરી કરીને ખનિજ ચોરો લાખો રુપિયાનુ નુકશાન સરકારી તંત્ર ને પહોચાડી રહયા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા લાંલ આંખ કરવામા આવતા ખનીજચોરી કરનારા તત્વોમા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.