ગોધરા,
પંચમહાલ જિલ્લાનો મુખ્ય પાક એવા મકાઇ પાકના વધુ ઉત્પાદન માટે મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરા ખાતે ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ વિશ્વ પર્યાવરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ હતી. ખેડૂતોને મકાઇની આધુનિક તાંત્રિકતાઓથી વાકેફ કરવા અને પર્યાવરણ અંગે જાગૃત કરવા એ ખૂબ જ અગત્યનું હોઇ આ અંગેની તાલીમ આપવા માટે ટ્રાયબલ સબ પ્લાન યોજનામાં આદિવાસી વિસ્તારના ખેડુતોને ખેત ઉપયોગી ઇનપુટ આપવાની જોગવાઇ અંતર્ગત સ્પ્રેયર પંપનો ઉપયોગ અને દવા ક્યારે અને કેવી રીતે છાટવી અને મકાઇમાં હાઇબ્રીડ મકાઇનુ વાવેતર કરી વધુ ઉત્પાદન કેવી રીતે લેવુ તે બાબતની તાલીમમાં અંદાજીત ૫૩ ખેડૂત ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડો. ર્ડા.બી.એમ.પટેલ નિવૃત પ્રાધ્યાપક , વિસ્તરણ વિભાગ, બં.અ. કૃષિ મહાવિધ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટીએ પર્યાવરણ બચાવવા ખાતરર્નો કાર્યક્ષમ ઉપયોગ અંગેની માહિતી આપી હતી ડો.એસ.એન.ઠાકોર,નાયબ પશુપાલન નિયામક,પશુપાલન વિભાગ,જિલ્લા પંચાયત, ગોધરાએ દુષિત પર્યાવરણથી પશુઓના સ્વાસ્થ્ય પર થતી અસર અંગેની માહિતી આપી હતી
ર્ડા.એમ.બી.પટેલ, યુનિટ હેડ અને સંશોધન વૈજ્ઞાનિક (મકાઇ),મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરાએ મકાઇની જાતો અંગેની ઉંડાણપૂર્વક માહિતી સમજાવી હતી અને મૂલ્ય વર્ધિત જાતો વાવવા માટે ભાર મૂકયો હતો. અને પીળી મકાઇ વાવવા અંગે ભાર મૂકયો હતો. પ્રો. કે.એચ.પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરાએ મકાઇની નફાકારક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગેના ચાવીરૂપ મુદ્દાઓ માટેની તાંત્રિકતાઓ વિગતવાર સમજાવેલ હતી અને બે ફૂટના ગાળે મકાઇ વાવવા માટે ભાર મૂકયો હતો તથા પાકને નિંદામણ મુકત રાખવા જણાવેલ હતું તથા બાયોફર્ટીલાઇઝરનો ઉપયોગ કરી, રાસાયણિક ખાતરની બચત કરી ખેતી ખર્ચ ઘટાડવા અનુરોધ કરેલ હતો..
ડો.ભરતભાઇ ઠક્કર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) એ પર્યાવરણ બચાવવા માટે ઇ વિસ્તરણ પધ્ધતિનો ઉપયોગ કરી મકાઇની વૈજ્ઞાનિક ખેતીની માહિતી મેળવવાના અલગ અલગ સ્તોત્રોની માહિતી આપી હતી અને પ્રથમ હરોળના નિદર્શનના હેતુ, પાયની બાબતો, અમલ, ફાયદા, ધ્યાનમાં રાખવાની બાબતો અને મકાઇની ટેકાનોલોજી અંગેની માહિતી આપી હતી તેમણે આ પખવાડીયા દરમિયાન ખેડુતોને મોબાઇલ દ્વારા મકાઇની વૈજ્ઞાનિક ખેતીની માહિતી આપી હતી.ડો. એસ.કે,સિંઘએ મકાઇમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અને સ્પ્રેયર પંપના યોગ્ય ઉપયોગના ચાવીરૂપ મુદ્દા અંગે માહિતી આપેલ હતી.