પંચમહાલ રાજુ સોલંકી
મૌલાના આઝાદ એજયુકેશન ફાઉન્ડેશન દિલ્હી સંચાલિત ગરીબ નવાઝ સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ ફોર માયનોરિટી ગોધરા સેન્ટર ખાતે આજ રોજ મહિલાઓ માટેની સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત માર્ગદર્શિકા પુસ્તિકાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અને હુન્નરકળાને મજબૂત બનાવવા માટે મહિલાઓ માટે સિવણ, ટેલી (કમ્પ્યુટર), ભરતકામ અને સ્પોકન ઇંગ્લીશ જેવા વર્ગોનું કોઈપણ જાતની ફી લીધા વગર મફતમાં આયોજન કરવામાં આવે છે.
ગોધરા શહેરમાં ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલ શાખામાં ગોધરા શહેરની ૬૦૦ થી વધુ દીકરીઓ અને મહિલાઓ વિવિધ વર્ગોમાં તાલીમી શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે.
માર્ગદર્શિકા પુસ્તક વિતરણ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ગોધરાના મહિલા પી એસ આઈ આર બી પ્રજાપતિ, સુરોજીત સનીઆલ, નિવૃત આચાર્ય એસ વાય દોલતી, ઉર્દૂ શાળાના આચાર્ય મૌલાના ઈકબાલ હુસેન બોકડા, કાઉન્સિલર ખુશ્બુબેન છકડા, નાઝનીનબેન કાલુ, સંગીતાબેન, નવરચના શાળાના આચાર્ય ફિરોઝખાન પઠાણ અને વિસ્તારના આગેવાન મુરાદભાઈ અને રોનકભાઈ શાહએ હાજરી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન અને સફળ સુકાન સંસ્થાના મેનેજર સલીમભાઈ મન્સુરી દ્વારા મહિલા કર્મચારીઓ સાથે શ્રેષ્ઠ રીતે કર્યો હતો. સલીમ ભાઈ મન્સુરી અને આવેલા તમામ મહેમાનોએ તમામ તાલીમાર્થી બહેનોને પોતાના ભાવિ જીવન માટે શુભકામના પાઠવી હતી.