ગોધરા, રાજુ સોલંકી
પ્રગતિશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને સંવેદનશીલતાના ચાર સ્તંભોને આધાર બનાવી સરકાર, રાજ્યના વિકાસ અને જનસુખાકારીના કાર્યો એક પછી એક કરી રહી છે તે દિશામાં સનદી અધિકારી અને પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલે એક અભિનવ કાર્યનો આરંભ કર્યો છે.
ગોધરા શહેર વિસ્તાર અને શહેરીજનોની સુવિધાઓ સાથે સમસ્યાઓને જાતે જઇ નિરિક્ષણ કરવા, સમજવા અને તેના ઉકેલના ઉપાયો માટે આજે વોર્ડ નંબર-૧ની મુલાકાત કરી હતી. સવારે ૭/૦૦ કલાકથી સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતેથી પ્રારંભ કરી સિમલા, રામેશ્વર સોસાયટી, નાડીયા વાસ, તીરઘાર વાસ, હરિજન વાસ જેવા વિવિધ વિવિધ વિસ્તારોમાં મોટરસાકલ પર બેસી આ સ્થળો ફર્યા હતાં. સ્થાનિક રહિશો સાથે સ્વચ્છતા, પીવાના પાણી, આંતરિક રસ્તાઓ, વિજળી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓની જાત માહિતી મેળવી હતી.
તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, ગોધરાના પ્રાંત અધિકારી શ્રી વિશાલ સક્સેના, મામલતદાર શ્રી બી.વી.પરમાર, શહુરના નામાંકિત તબીબો ડો. શ્યામસુંદર શર્મા, ડો. સુજાત વલી, ચીફ ઓફિસર અશ્વિન પાઠક, વોર્ડ નં.-૧ના નગરપાલિકા સભ્ય હંસાબેન વાઘેલા અને અન્ય અધિકારી/કર્મચારીઓ જોડાયા હતાં.