ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે જિલ્લાના જુદા જુદા તાલુકા મથકોના વિસ્તારો માટે કેરોસીનના જથ્થાબંધ અને છુટક વેચાણના ભાવો તા. ૧૬મી સપ્ટેમ્બર,૨૦૧૮ થી અમલમાં આવે તે રીતે નિયત કર્યા છે. અને મંજુરી હુકમ કર્યો છે. જે મુજબ જથ્થાબંધ ૦૧ કિલોલીટર કેરોસીનનો પડતર સ્થાનિક વેચાણ ભાવ હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકા માટે રુ. ૨૬,૯૨૦.૬૨ પૈસા, ૧૦ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૬,૯૨૫.૬૨ પૈસા, ૧૧ કિ.મી. થી ૨૫ કિ.મી. ના વિસ્તાર માટે રુ. ૨૬,૯૩૦.૬૨ પૈસા, ૨૬ કિ.મી. થી ૫૦ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ. ૨૬,૯૩૫.૬૨ પૈસા અને ૫૦ કિ.મી. થી ઉપરના વિસ્તાર માટે રુ.૨૬,૯૪૦.૬૨ પૈસા નિયત કર્યા છે. એજન્ટે ફેરિયા પાસેથી ૨૦૦ લીટરના રુ.૫,૩૮૪.૧૨ પૈસા લેવાના પણ નિયત કરાયા છે. જયારે ગોધરા, શહેરા અને મોરવા(હ) તાલુકાઓ માટે સ્થાનિક ભાવ રુ.૨૭,૩૬૬.૬૨ પૈસા, ૧૦ કિ.મી. માટે રુ.૨૭,૩૭૧.૬૨ પૈસા ૧૧ થી ૨૫ કિ.મી. ના વિસ્તાર માટે રુ.૨૭,૩૭૬.૬૨ પૈસા, ૨૬ કિ.મી. થી ૫૦ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૭,૩૮૧.૬૨ પૈસા અને ૫૦ કિ.મી. થી ઉપરના વિસ્તાર માટે રુ.૨૭,૩૮૬.૬૨ પૈસા રહેશે. એજન્ટે ફેરિયા પાસેથી ૨૦૦ લીટરના રુ.૫,૪૭૩.૩૨ પૈસા લેવાના રહેશે.
એજ પ્રમાણે છુટક વિક્રેતાએ ગ્રાહક પાસેથી ૦૧ લીટર કેરોસીનના ભાવ પણ નિયત કરાયાં છે. જે મુજબ હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં સ્થાનિકથી લઇ ૨૫ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૭.૯૬ પૈસા અને તેથી વધુ કિ.મી.ના વિસ્તાર માટે રુ.૨૮.૦૧ પૈસા જયારે ગોધરા, શહેરા અને મોરવા(હ) તાલુકાઓ માટે સ્થાનિક અને ૨૫ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૮.૪૧ પૈસા જયારે તેથી વધુના વિસ્તાર માટે રુ.૨૮.૪૬ પૈસા નિયત કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારો માટે કેરોસીનના નિયત કરેલા ભાવોમાં ૫ ટકા GSTનો સમાવેશ કરવામાં આવે છે. આ હુકમથી નિયત કરેલા ભાવથી વધુ ભાવે કેરોસીન વિતરણ કરનાર એજન્ટ, છુટક વિક્રેતા, ફેરિયા, વાજબી ભાવની દુકાનના પરવાનેદાર સામે ધી કેરોસીનના હુકમ ૧૯૯૩ ની કલમ ૪ (૧) સી, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ આદેશ-૧૯૮૧ તથા જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) હુકમ-૨૦૦૧ ના ભંગ બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ-૩ નો ભંગ ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
પાઠક