ગોધરા રાજુ સોલંકી
કાલોલ ખાતે આવેલ સરકારી જમીન ઉપર પ્રતિબંધ હોવા છતા કેટલાક માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન કરનારા વિરૂધ્ધ માં જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કાલોલ નગર પાલિકાની હદમાં આવેલ રેવન્યૂ સર્વે નંબર ૪૮૬ અને ૪૮૭ જે જમીન હાલમાં સરકારી પડતર હેઠળ છે જયા જંગલખાતા દ્વારા ૭૫૦ ઝાડો બતાવેલ છે આ વિવાદીત જમીન ઉપર નામદાર સેશન જજ કોર્ટમાં કેસ પડતર રૂપે છે જેમા મનાઈ હુકમ કરવામાં આવેલ છે તે છતા આ સરકારી જમીનમાં ગોમા નદીના પટમાં અને સ્મશાન ને અડીને કેટલાક માથાભારે શખ્સો દ્વારા રાજકીય પાવર બતાવી ગેરકાયદેસર રીતે જેસીબી મશીનનો ઉપયોગ કરી ઉંડા ખાડા કરી રેતીની ચોરી કરી રહ્યા છે અને જંગલખાતા દ્વારા જે ઝાડો ઉગાડવામાં આવ્યા છે તેને જેસીબી મશીનથી ઉખાડી ફેંકી દીધો છે અને બિન્દાસ રીતે રેતીનું ખનન કરી રહ્યા છીએ આ બાબતે વારંવાર કાલોલ નગર પાલિકા મામલતદાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કાલોલ ના લોકો એકત્રિત થઈ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કાલોલ માં ગોમા નદીના પટમાં રેવન્યૂ સર્વે નંબર ૪૮૬ અને ૪૮૭ જે જમીન ઉપર કેટલાંક રાજકીય વગ ધરાવતા લોકો કરોડો રૂપિયાની રોયલ્ટી નું નુકશાન કરી રેતીની ચોરી કરી રહ્યા છે જો આ રેતી માફિયા ઓને ખાનગી રાહે વોચ ગોઠવી પકડવામાં આવે તો કરોડોની રોયલ્ટી નું કોભાડ બહાર આવી શકે તેમ છે તેવું કાલોલ ના સ્થાનીક લોકો એ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી