Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી ની ફેક્ટરીઓ બંધ પરપ્રાંતિયનાં હિજરતના કારણે ઉદ્યોગો સંકટમાં

Share

ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી ખાતે ફેક્ટરીઓ ઉપર હુમલો નાં પરિણામે પરપ્રાંતિય
શ્રમિકો ધંધા અળગા રહેતા આજ રોજ હાલોલ
જીઆઇડીસીની તમામ ફેક્ટરીઓ બંધ રહેતા
ઉદ્યોગો સંકટમાં મુકાઈ ગયા છે પંચમહાલ જિલ્લામાં
પરપ્રાંતિય વસવાટ પર તેમજ ફેક્ટરીઓ પર હુમલો વધવાના કારણે પરપ્રાંતિય મજૂરો પલાયન શરૂ થયું
છે દુષ્કર્મની ઘટના બાદ બિહારી મજુરોના વિરોધ શરૂ થયો હતો પરંતુ વિરોધ હવે પરપ્રાંતિયનાં વિરોધમાં પરીણામતા દરેક રાજયનાં મજૂરોને ડર લાગતા તેઓ હવે કામગીરી બંધ કરી વતન તરફ પલયાન થવા લાગ્યા છે પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી માંથી પરપ્રાંતિય મજૂરો કામથી અળગા રહી પોતાના વતનમાં જવા રવાના થઈ રહ્યા છે જેના કારણે ઉદ્યોગો ઉત્પાદન પર અસર થવાની શક્યતાઓ ઉદ્યોગકારોમા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં કામ અર્થે આવેલા શ્રમિકોમા ભય જનક સ્થિતિમાં ફેક્ટરીઓમાં થતા હુમલા ઓને કારણે પરપ્રાંતિય શ્રમિકો ભયભીત બની પોતાના વતન તરફ ઘર વાપસી કરી રહ્યાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જેના કારણે વ્યવસાયઓ અને ઇન્ડસ્ટ્રીઝ પર વિપરીત અસરો જોવા મળી રહી છે એકબાજુ નવરાત્રિ સહિત દિવાળીના તહેવારો નજીક આવી રહયા છે અને મંદીના માહોલમાં ઇન્ડસ્ટ્રીઝના માલિકોથી લઈ શ્રમિકો સુધીના લોકો પોતાનું વર્ષ સુધારી પર્વની ઉજવણી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવામાં દુષ્કૃત્ય ની ઘટના બાદ જિલ્લામાં વ્યાપેલા ભયજનક સ્થિતિમાં તમામ લોકો ચિંતાતુર બની રહ્યા છે પંચમહાલ જિલ્લા સહિત હાલોલ તાલુકામાં વોટ્‌સઅપ સહિત સોશ્યલ મિડિયા પર પરપ્રાંતિયઓ વિરુદ્ધ ધમકી અને ધૃણાજનક સંદેશા ઓને વાયરલ કરાયા બાદ હાલોલ ના આસપાસ વિસ્તારમાં સ્થિતિ વધુ કથળી રહી છે હાલોલમા આસપાસ ની ફેક્ટરીઓમા ટોળાઓએ ઘટના ના વિરોધમાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવી હુમલાઓ કરતા પોલીસ તંત્ર દ્વારા સબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે તેમ છતાં જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા પરપ્રાંતિય લોકોને તકલીફ ન પડે તે માટે અને હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે
===============================
પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઇડીસીમાં ૧૦૦૦ જેટલા ઉદ્યોગોના ઉત્પાદન પર અસર : કરોડો રૂપિયાનું નુકસાન

Advertisement

પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી
માં ૧૦૦૦ જેટલા ઉદ્યોગોમાં એન્જિનિયરિંગ પ્લાસ્ટિક ફાર્મા ટેક્ષટાઈલ વગેરે થાય છે પરપ્રાંતિના વિરોધના પગલે ઉદ્યોગોના ઉત્પાદન પર અસર થઈ છે પોલીસે હાલોલ જીઆઇડીસી પાસે પોઇન્ટ મુકી ને પોલીસે પેટ્રોલીંગ શરૂ કર્યું છે જ્યારે જીઆઇડીસી એસોસિએશનના સભ્યો પણ રાત્રિ દરમ્યાન મીટિંગ કરીને પરપ્રાંતિય મજૂરો ભાગી જાય નહિ તે માટે ના પ્રયાસો કરી રહ્યા છે પરતું તંત્ર દ્વારા મજુરોને અટકાવવાના પ્રયાસો નહિ કરાય તો મજુરથી લઈને ઉદ્યોગકારો સુધીની દિવાળી બગડે તેવી શક્યતા છે


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ ધોવાતા લોકોની મુશ્કેલી વધી.

ProudOfGujarat

જૂનાગઢના ચોરવાડ નજીક પોરબંદર રોડ પર પેટ્રોલ પંપના લોકર તોડી ચોરી કરી ઇસમો ફરાર.

ProudOfGujarat

ભરૂચ : ફુરજા રોડ પર આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમતા બે ઇસમોને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!