ગોધરા રાજુ સોલંકી
શેરી ગરબા સર્વધન સમિતિની અગત્યની બેઠક ગાયત્રી મંદિર ખાતે મળી હતી જેમાં શેરી ગરબા ને પ્રોત્સાહિત કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત આ સમિતિના પ્રોત્સાહન થી ગોધરા નગર માં ૩૨ જગ્યાએ થતાં શેરી ગરબા વધીને ૮૦ જગ્યાએ થશે તેમજ સમિતિનું સૂત્ર મારી દીકરી મારી આંખ સામે શેરી ગરબાની ઓળખ બની ગયું છે આ શેરી ગરબા સર્વધન સમિતિ દ્વારા દશેરાએ તમામ ગરબા આયોજકો ને શસ્ત્રપૂજા કરવા માટે તેમને જણાવ્યુ હતું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ગોધરા નગરમાં ખૂબજ સફળ થયેલ શેરી ગરબાનો પ્રયોગ વિવિધ નગરોએ અપનાવી રહ્યા છે જેમાં વડોદરા મહેસાણા મોડાસા વગેરે નગરોમાં આ શેરી ગરબાનું
આયોજન થઈ રહ્યું છે અર્થાત ગુજરાત ને ગોધરા નગરે સાકારત્મ રાહ પુરી પાડી છે ગોધરા નગર આ વર્ષે ૮૦ જગ્યાએ શેરી ગરબાનું આયોજન થનાર છે આ શેરી ગરબા થી માતાજી ની ભક્તિ વધી છે સંસ્કૃતિ નું સર્વધન થયું છે તેમજ આ પવિત્ર તહેવાર માં ઘુસી ગયેલ અનેક અનિષ્ટો ને દૂર કરવામાં સફળતા મળે છે મારી દીકરી મારી આંખ સામે તથા મારો પરિવાર મારા આંગણે આ સૂત્ર સાથે ફરી થી આ સમિતિ કામે લાગી ગઈ છે આ બેઠકમાં પરિમલભાઇ પાઠક આસિત ભટ્ટ નિર્મિત દેસાઈ ગોરીબેન જોષી ઈમેશભાઈ પરીખ વગેરે હાજર રહ્યા હતા
મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે
Advertisement