Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા LCBએ હત્યાના આરોપીએ ઝડપી પાડયો પ્રેમપ્રકરણમા હત્યા કરી હોવાની વિગતો બહાર આવી

Share

 
ગોધરા તાલુકાના દરુણિયા ગામે થયેલી ઇસમની હત્યાનો ભેદ પંચમહાલ LCBએ ઉકેલી નાખ્યો છે.
જેમા હત્યાનો આરોપી ભુજ તરફ ભાગી ગયો હતો
અને પરત આવતા જ બાતમીના આધારે ખાનગી વોચ રાખીએલસીબી ની ટીમે ઝડપી લીધો હતો.
હત્યા પ્રેમ પ્રકરણ મા થઇ હોવાની વિગતો બહાર આવી છે.પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા બીડીવીઝન પોલીસ મથકમા તા૨૦-૫-૧૮ના રોજ દરુણીયા ગામના ગણપતભાઇ શનાભાઇ નાયકનુ ખુન થયાની ફરિયાદ નોધાઇ હતી.આથી અનડીટેકટ ગુનાને ડીટેકટ કરવા માટે ગોધરા એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી.જેમા પોલીસ ઈન્સ્પેકટર ડી.એન.ચુડાસમાને બાતમી મળીકે આ હત્યાનો આરોપી વિક્રમ અનોપભાઇ બારીયા, દરુણિયા ગામ પાસે સીમલા ગેરેજ પાસે ઉભેલો છે.એલસીબીની ટીમે દબોચી લીધો હતો.જેમા તેની પુછપરછમા ચોકાવનારી વિગતો બહાર આવી છે.વિક્રમને દરુણિયા ગામનીએક પરણિત મહિલા ચન્દા નાયક સાથે પ્રેમસબંધ હતો.
જ્યારે વિક્રમ આ પરણિત મહિલા ચંદાનાયક સાથેહાથ પકડીને ખેચતાણ કરતો હતો.ત્યાર મરણ જનાર ગણપતભાઇ જોઈ જતા વિક્રમને કહેલ કે તે “ચંદાનો હાથ કેમ પકડયો છે તેમ કહી ગાળો બોલતા વિક્રમ બારીયાએ માર મારી નજીકમા પડેલો પથ્થર બરડા અને છાતીના ભાગે માર મારી મોત નિપજાવી નાસી ગયો હતો.એલસીબીએ વિક્રમ વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા તાલુકાકક્ષાનો કાનુની સલાહ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલાની જૂની સિવીલ હોસ્પિટલ ખાતે મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે PSA ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મૂકાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે વધુ ૮ જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લામાં કુલ 203 લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!