ગોધરા રાજુ સોલંકી
હાલોલ તાલુકાના બાસ્કા ગામમા આજ રોજ ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાડીને વિરોધ નોધાવ્યો હતો.ગામ લોકો એ સ્વયંભુ બજાર સહિત ગામ ને બંધ પાડી સમર્થન આપ્યું. હતુ.જેમા પંડિત દિન દયાલ યોજના હેઠળ ચાલતી સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને આપતા વિરોધ નોધાવ્યો હતો અને પ્રાંત અધિકારી ને રજુઆત કરી હતી.રાજકીય દબાણ માં આવી ગામ બહાર ની મંડળી ને અનાજ અને અન્ય વસ્તુ ઓ વિતરણ કરવા માટે નો પરવાનો આપ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો એ લગાવાયો હતો.
બાસ્કામાં ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી જણાવેલ કે હાલોલ તાલુકાના બાસ્કા ગામે નવીન સસ્તા અનાજની દુકાન રજુ કરવા 3-10-2016 ના રોજ વર્તમાન સમાચારપત્રોમા જાહેરાત કરવામા આવી હતી.જેમા શિક્ષીત બેરોજગારો અને સ્થાનિક મંડળીઓ દ્રારા અરજી કરવામા આવી હતી.જેમા જય સંતોષી સખીમંડળ,બાસ્કા અર્થક્ષમ સેવા સહકાર મંડળી,એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાસ્કા,આ ત્રણ મંડળીઓની પસંદગી કરવામાં આવી હતી.જેમાં જયસંતોષી સખીમંડળની પસંદગી કરાતા ગામલોકો એ વિરોધનો સુર જોવા મળી રહ્યો છે.
જો આ મંડળી દુકાન ચાલુ કરશે તો અમે
ગ્રામજનો તાળાબંધી કરીશુ અને પ્રતિક ઉપવાસથી આ મરણાંત ઉપવાસ ઉપર ઊતરવા સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી પ્રાંતઅધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું