ગોધરા
પંચમહાલ જિલ્લામાં ધાર્મિક લાગણી દુભાવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.ચારણ સમાજના દેવી મોગલ મા વિરુધ્ધ ટીપ્પણી ફેસબુક પર કરવા બદલ રોષ ભભુકી ઉઠ્યો છે.ગોધરા ખાતે આજે મોટી સંખ્યામા ચારણ સમાજના યુવાનો, અગ્રણીઓએ જિલ્લા એસપી અને કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરી ટીપ્પણી કરનાર વિરુધ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી
ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામા ચારણ સમાજ વસવાટ કરે છે.અને આ સમાજ પશુપાલન સહીતના વ્યવસાય સાથે સંકળાયેલો છે,ચારણ સમાજના કુળદેવી ગણાતા મોગલ મા પ્રત્યે સમાજ ભારે આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.ફેસબુક પર ચાલતા એક પબ્લિક ગ્રુપમા ત્રણ વ્યક્તિઓએ અભદ્ર ટીપ્પણીઓ કરતા સમ્રગ ચારણ સમાજની લાગણી દુભાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.આજે ચારણ સમાજેગોધરા ખાતે એક મોટી બાઇક રેલી યોજી પોતાનો આક્રોશ પ્રગટ કર્યો હતો.અને જિલ્લા તંત્રને આવેદન પત્ર આપ્યુ હતુ.આવેદન પત્રમા જણાવામા આવ્યુ હતુ કે” ફેસબુકના માધ્યમથી ચાલતુ” અપના અડ્ડા” સોશિયલ પબ્લિક ગ્રુપ”મા (૧) મનિષ મંજુલાબેન ભારતિયા (૨) સદ્દામ મલિક(૩) રાહૂલ રવન દ્રારા અમારા ચારણ સમાજના” મોગલ મા” વિરુધ્ધ અભદ્ર ટીપ્પણી કરવામા આવતા અમારા ચારણ સમાજની લાગણી દુભાઇ છે.તથા સામાજિક વાતાવરણ ન ડહોળાઇ તે માટે આવા તત્વો સામે યોગ્યા શિક્ષા થાય તેમ અમારા ચારણ સમાજીની માંગણી છે.આવેદનપત્ર આપવા મોટી સંખ્યામા ચારણ સમાજ ના લોકો જોડાયા હતા.