ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં વસવાટ કરતી ઢોલીજાતિને
આઝાદીના ૭૧ વર્ષ બાદ પણ હજુ સુધી પોતાના અધિકારોથી વંચિત રહેતા જોવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા એસ.સી એસ.ટી ઓબીસી જાતિઓ માટે જાહેર કરેલ જાતી ઓની યાદીમાં ઢોલીજાતિ નું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેનાથી ઢોલીજાતિના કેટલાય લોકો પોતાના હક્કોથી વંચિત રહી જાય છે ઢોલીજાતિના શિક્ષિત અને પોતાના હક્કો માટે લડત ચલાવતા ગજાનંદભાઈ રાઠોડ એ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી પોતાના જાતિનું અલગથી ગેઝેટ બહાર પાડી તેઓને અનુસૂચિત જાતિ /જનજાતિ અથવા અતિ પછાત જાતિ નો દરરજો અને લાભ મળે તેવી માંગણીઓ ગુજરાત સરકાર સામે કરેલ છે જેમા ઢોલી સમાજલોકોને હક મળે તે માટેાસાતમુદ્દા ઓની માંગણી કરી છે જેમાં
1. ઢોલી સમાજના વિકાસ માટે નવા નિગમની રચના
2. ઢોલી છાત્રો માટે શિષ્યવૃત્તિ
3. ઢોલી સમાજ અને છાત્રો માટે આર્થિક સહાય
4. ઢોલી છાત્રો માટે સરળતાથી જાતિના દાખલા
5. ઢોલી વિધાર્થીઓ માટે ફી માફી
6. ગુજરાત રાજ્યના ઢોલી ને ઢોલીભીલ તરીકે ગણવા
7. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને સોગંદનામા ના આધારે જાતિના દાખલા આપવાં અને અન્ય પુરાવા માંથી રાહત આપવાની માંગણીઓ કરેલ છે
જો તેઓની આ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો દિલ્હી સુધી પહોંચી કેન્દ્ર સરકાર પાસે ન્યાયિક માગણી કરીશું તેવું જણાવ્યુ હતુ.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લો જસ્ટીસ એન્ડ કંપની એફેર્સના ૨૦ સપ્ટેમ્બર ૧૯૭૬ ના એક્ટ નં ૧૦૮ મુજબ અનુસુચિત જનજાતિઓ (આદિવાસી)
ની યાદી કોલમ નં ૪ માં ઢોલી ભીલ જાતિનો સમાવેશ હોવા છતાં પણ ગુજરાત સરકારે ઢોલી જાતિના સમાજને પોતાના હક્કોથી વચિત રાખી તેઓની સાથે અન્યાય કર્યો છે જો ૧૯૭૬ ના ધારાધોરણો મુજબ ઢોલીભીલ જાતિનો ઉલ્લેખ કર્યો છતાં પણ ગુજરાત સરકાર દ્વારા કયા કારણોસર ઢોલી સમાજના લોકોને તેમના હક્કોથી વંચિત રાખ્યા છે તેનું સચોટ કારણ અને માહિતી ગોધરાના ઢોલી સમાજના જાગૃત નાગરિક ગજાનંદભાઈ રાઠોડ એ માગેલ છે
જો રાજસ્થાન સરકાર જો ઢોલી જાતિના લોકોને સીડ્યૂલકાસ્ટ (એસ.સી) માં સમાવેશ કરી તેઓને પોતાના હક્કો આપતા હોય તો ગુજરાત સરકાર કેમ ઢોલીજાતિને તેમના હક્કોથી વચિંત રાખે છે તેની ચર્ચાઓ ચોતરફ થઈ રહી છે
ઢોલી સમાજના જાગૃત નાગરિક ગજાનંદભાઈ રાઠોડ જ્યારે ગોધરામાં આવેલ આદિજાતિ વિકાસ ની કચેરીએ ગયા તો તેમણે મદદનીશ કમિશ્નર શું જવાબ આપ્યો એ માટે અમારો આગામી અહેવાલ જોતા રહો..