ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામા કાંકણના મુવાડા ગામે સ્કૂલના રસ્તાઓને લઈ ગ્રામજનો એક ખાનગી કંપનીની બહાર હોબાળો મચાવ્યો હતો જયાં સાંસદની હાજરીમાં ગ્રામજનો એ કંપનીની બહારના ગેટ પર તોડફોડ કરી હતી.જેમાં સાંસદને ગુસ્સો આવતા કંપનીઁના મેનેજરને લાફો માર્યો હતો.
આ બનાવ સંદર્ભે કાલોલ તાલુકામાં આવેલ દેવી દયાલ કંપની પાસે કાકણના મુવાડા ગામ આવેલુ છે જયાં ૪૦ વર્ષો જુનો એક રોડ છે જે જગ્યાએ હાલ એક દવાની કંપની બનાવેલી છે જેમાંથી એક રસ્તો સ્કૂલ તરફ જાય છે જે જગ્યાએ હાલ એરીસ્ટ્રા કંપની છે જેમાંથી એક રસ્તો સ્કૂલ પાસે રહી જાય છે જેથી કંપનીના મેનેજર આજ થી દસ દિવસ પહેલા એક વર્તમાનપત્રમાં એક જાહેર નોટિસ આપી હતી જેમાં આ રસ્તા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહીં થી અવર જવર કરવી નહીં તેવું જણાવ્યુ હતું જેથી ગ્રામજનો સાંસદ ને રજૂઆત કરી હતી જેમાં આજ રોજ સાંસદ દેવી દયાલ કંપની મા આવતા ગ્રામજનોએ આવેશમા આવી કંપનીના દરવાજા સહિત ચીજવસ્તુઓન તોડફોડ કરી ભારે નુકસાન કર્યું હતું.જેમાં અચાનક સાંસદ ને ગુસ્સો આવી જતાં ત્યા ઊભેલા કંપનીના મેનેજરને લાફો ઝીંકી દીધો હતો જેથી કંપનીના મેનેજર એ કાલોલ પોલીસ મથકે અરજી કરી છે તેવું આધારભુત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ગોધરાના સાસંદ પ્રભાતસિંહ છાસવારે વિવાદોમા આવતા રહે છે.થોડા દિવસ પહેલા વાઇન વગર ચુટણી જીતાતી નથી.તેવુ વિવાદીત નિવેદન કર્યુ હતુ,આ પહેલા વિધાનસભા ચુટણી સમયે ગોધરાના એક ટીવીચેનલના પત્રકાર સાથે ચકમક ઝરી હતી.ફરી આજે મેનેજરને લાફો મારતા તેમનો એક વધુ એક વખત વિવાદમાં આવ્યા છે.