પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષક ડૉ, લીના પાટીલ અને પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના કર્મચારીઓએ બાતમીના આધારે કાલોલ તાલુકાના મલાવ ટેકરા ફળીયા ખાતે રેહતા પટેલ મૌલિક કુમાર કનુભાઈ તેમજ તેના કાકા પટેલ ત્રિભોવનદાસ રામાભાઈ ગાંજાનો વેપલો કરે છે. તેવી બાતમીના આધારે પો.સ.ઈ આર.આર.ગોહિલે પોલીસના માણસો સાથે તપાસ કરતા મૌલિક પટેલ તેના મકાનમા હતો તેની પાસે એક ડીજીટલ વજન કાટો પણ હતો તથા પ્લાસ્ટીકની નાની થેલીઓ નંગ-૧૪ મળી આવેલ જેની એફ.એસ.એલ દ્વારા તપાસ કરાવતા ૧૪ થેલીમાં વનસ્પતિ જેવો દેખાતો પદાર્થ ગાંજો હોવાનુ જણાયુ હતુ જેનુ વજન કરતા ૫ કિલો ૧૦૦ ગ્રામ થયું હતુ જેની કિં.રૂ.૫૧,૧૦૦/- જેટલી થાય છે. થેલી નીચેથી રોકડા રૂપિયા ૨૭,૦૪૦/- મળી આવ્યા હતા. આમ કુલ રૂપિયા ૭૮,૧૪૦/- ની મતા પોલીસે જપ્ત કરી હતી.
Advertisement