પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા માં આવેલ ખાડી ફળિયા મારવાડી વાસ ખાતે આવેલ ગોધરા કસ્બાની સર્વે નંબર 867/1 ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતા તે વિસ્તાર માં રેહતા સ્થાનિક નાગરિકો એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે રજૂઆત કરી હતી.
ગોધરા માં આવેલ ખાડી ફડિયા મારવાડી વાસ ખાતે રહેતા જીતેન્દ્ર ભાઈ બાબુભાઈ મુછાળા તથા સમાજના લોકો એક થઈ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ગોધરા ની કસ્બાની સર્વ નબર 867/1/2/3 ની જગ્યા ઉપર આજથી પંદર દિવસ પહેલા સાબેરા મોહંમદ હનીફ મદારી એ રાતોરાત ગેરકાયદેસર મકાન બનાવી ત્યાંના સ્થાનીક લોકો ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ખાડી ફડિયા મારવાડી વાસ ની સ્થાનિક રહીશો એકત્ર થઇ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ગેરકાયદેસર બાંધકામ રોકવા રજૂઆત કરી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ની ઉચ્ચ અધિકારીઓનો કાફલો આ જગ્યા ની મુલાકાતે આવેલ અને નિરીક્ષણ ક્યું હતું. ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામ કરનાર સાબેરા મોહંમદ હનીફ મદારી ને રસ્તા ની જગ્યા છોડવા માટે કહી ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ આવેશમાં આવેલ મારવાડી વાસ ની સ્થાનિક લોકોમા અને ગેરકાયદેસર બાંધકામ કરનાર સાબેરા મોહંમદ હનીફ મદારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેનું ઉગ્ર રુપ ધારણા થતાં સામ-સામે પત્થર મારો થયો હતો જેમાં બે લોકો ધાયલ થતાં તાબરતોડ ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યારે એક જણે કેરોસીન પી લીધાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો.