પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા શહેરના સિંધી સોસાયટીમાં રહેતા કોમલબેન ટહેલ્યાણીઁના લગ્ન સમાજના રીત રિવાજ મૂજબ વડોદરા ખાતે રહેતા સુરેશ કૂમાર લાલવાણી સાથે થયા હતા.ત્યારબાદ પુત્રી કૃપાનો જન્મ થયો હતો. લગ્નજીવનના અમૂક વર્ષોબાદ તેમના પત્નિ કોમલબેન અને પુત્રી કૃપાને શારીરીક અને માનસિક ત્રાસ ગૂજારીને કાઢી મૂકયા.આથી ઘરેલૂ હિંસાનો ભોગ બનેલી કોમલબેને કોર્ટનો સહારો લીધો.અને કોર્ટે પતિ સુરેશભાઇ ભરણપોષણના ૯૫૦૦૦ રૂપિયા કોમલબેનને ચુકવાનો આદેશ કર્યો હતો.પરંતુ પતિ સુરેશભાઇ દ્વારા આ કોર્ટના હુકમનુ પાલન ન કરતો હોવાને કારણે કોમલબેને વસૂલાત અરજી ગોધરા કોર્ટમાં કરી હતી.તેના પગલે વડોદરા પોલીસે પતિ સુરેશભાઇને ગોધરા કોર્ટમાં રજુ કર્યો હતો.પરંતુ ત્યારે પણ કોર્ટમાં તે રકમ ભરવા તૈયાર ન થતો હોવાથી ગોધરા જ્યુ.મે.કોર્ટના જજ એસ.આર.વકીલે સુરેશભાઇને નવમાસ અને પંદર દિવસની જેલની સજાનો હુકમ કરવામા આવ્યો હતો.