પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા લાલબાગ બસસ્ટેન્ડ પાસે આવેલ વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ની પ્રતિમા ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી 136 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.ભારતીય સ્વતંત્રતા ચળવળના મુકુટ મણી, શસ્ત્ર અને શાસ્ત્રના ઉપાસક,યુગદ્રષ્ટા,પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ એવા વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) ની 136 મી જન્મજયંતીએ ગોધરા શહેરના યુવાનો દ્વારા શહેરના મધ્યમાં સ્થિત વીર સાવરકરની પ્રતિમાં ને માલ્યાર્પણ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
Advertisement