Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા એલ.સી.બી પોલીસે ગોધરા નગરમાં બનેલ મોબાઈલ ફોન લુટનાર કુલ ત્રણ મોબાઈલ સાથે બે ઈસમોની દાહોદ રોડ પરથી ધરપકડ કરી મોબાઈલ ફોન લુટનાર ગુનાઓનો પર્દાફાસ કર્યો…

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

ગોધરા એલ.સી.બી પોલીસે ગોધરા નગરમાં બનેલ મોબાઈલ ફોન લુટનાર બનાવોમાં સંડોવાયેલ બે ઈસમોની દાહોદ રોડ ઉપરથી ધરપકડ કરી હતી. આ અંગે વિગતે જોતા પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધરના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ ની સુચના મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એ બાતમીના આધારે મોબાઈલ ફોનના લુટના બનવોમા સંડોવાયેલ સરફરાઝ ઉર્ફે કાળીયો ઉર્ફે કલ્લુ સફી મહંમદ વોહરા રહે. ખાડી ફળીયા તેમજ સલમાન ઉર્ફે સલમાન દલ્લો હુસેન ચરખા રહે. વચલા ઓઢા ગોધરા ને ઝડપી પાડ્યો હતો. તેઓ નંબર વગરની અલગ-અલગ બે મોટરસાઈકલો લઈને ફરતા હતા તેમને પકડી અંગઝડતી કરતા જુદી-જુદી કંપનીના ફોન નંગ-૩ કિં.રૂ. ૩૨,૫૦૦/- તેમજ નંબર વગરની બે મોટરસાઈકલો કિં.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૨,૫૦૦/- ની મતા જપ્ત કરી હતી. આ બંન્ને ગુનેગારોની મોબાઈલ લુટ કરવાની રીત-રસમ જોતા તેઓ પુર ઝડપે મોટરસાઈકલ પર આવી મોબાઈલ પર વાત કરતા વ્યક્તીઓ પાસેથી મોબાઈલ આંચકી લેતા હતા. આ મોબાઈલ લુટનાં ત્રણ ગુના નો પર્દાફાસ અત્યાર સુધી થયો છે. આગળની તપાસમાં વધુ ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવે એવી સંભાવના છે.


Share

Related posts

જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ લી.ને અંદાજિત રૂ.2,215 કરોડનો મળ્યો ઓર્ડર…

ProudOfGujarat

અરિઆએ રોકાણકાર માટેનું એક ઓનલાઇન સપોર્ટ હેલ્પડેસ્ક #ARIAtrulycares શરૂ કર્યું.

ProudOfGujarat

ભરૂચનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીઘો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!