ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પનોરામા ચોકડી પાસે થી બાઈકચોરી અને લેપટોપની ચોરી કરનારા ત્રણ ઇસમોને પકડીને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
Advertisement
પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હાલોલનગરના પનોરામા ચોકડી પાસે ઉભી હતી. તે દરમિયાન બુલેટમોટરસાઈકલ ઉપર આવતા ત્રણ ઈસમો હાર્દિકકુમાર ભોઈ, જીતેન્દ્રકુમાર પરમાર, જયેન્દ્રસિંહ પરમારનેઊભા રાખીને પુછપરછ કરતા તેમની પાસે રહેલુ બુલેટમોટરસાઈકલ બોટાદ ખાતેથી ચોરી કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ તેમજ તેમની પાસેથી એક લેપટોપ પણ કબ્જે કર્યુ હતું. આ સિવાય તેમની વધુ પુછપરછ કરતા હાલોલ પોલીસ સ્ટેશન અને ગોધરા શહેર એડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો.જેમા બે લેપટોપ તેમજ એક સીડીડીલક્સબાઈક તેમજ મોબાઈલ પણ પોલીસે કબજે કર્યા હતા.