ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા સમાહર્તા આદરણીય શ્રી અગ્રવાલ સાહેબના સાહિત્ય પ્રેમ અને કવિઓને પાઠવેલ શુભેચ્છાથી કાર્યક્રમનો આગાજ થયો તો ગોધરા નગરના આભૂષણ સમાન ડો.સુજાત વલી સર કે જેઓ નગરની નામાંકિત સંસ્થા સપ્તકના સૂકાની છે એમણે ઉપસ્થિત કવિઓને આવકારી સાહિત્ય પ્રત્યેનો એમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ગોધરા નગરમાંથી ફિરોજખાન પઠાન અને મોહસીન મીરે ગઝલપાઠ કરી મહેફિલ જમાવી હતી. ત્યારબાદ અમદાવાદથી આમંત્રિત જી.ટી.પી.એલ ચેનલના પ્રોગ્રામિંગ ડાયરેક્ટર કવિ શ્રી શૈલેષ પંડ્યા , સૂરતના નામાંકિત શાયર ગૌરાંગ ઠાકર અને ગુજરાતના સહુથી ખ્યાતનામ ગઝલ સમ્રાટ ખલીલ ધંતેજવી સાહેબની ગઝલોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાતના નામી કવિ અને સંચાલક એવા ડો.રઇશભાઈ મણીઆરની બેનમૂન ગઝલો અને સંચાલને મહેફિલને ચાર ચાંદ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ મહેફિલને અંત સુધી માણી હતી .. જેમા કવિ શ્રી વિનોદ ગાંધી, વિનુ બામણીયા, પ્રવીણ ખાંટ પ્રસૂન , હિરેનભાઇ પુરોહિત જેવા સૂગ્ન શ્રોતાઓએ દાદ આપી કાર્યક્રમને દિપાવ્યો હતો,,,,,