ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના આઈજીપી મનોજ શશિધર ની સૂચના અનુસાર પ્રોહિબિશન જુગાર જેવી બંદી ઓને નેસ નાબુદ કરવા સમગ્ર રેન્જ ને તાકીદ કરવામાં આવી હતી જેથી આરઆરસેલ પંચમહાલરેંજ ગોધરા પીએસઆઇ એ.એ. ચૌધરી ને બાતમી મળી હતી કે લુણાવાડા ટાઉન વિસ્તારમા જુની પંચશીલ હાઇસ્કુલ પાસે આવેલ એક મકાનમાં કેટલાક ઈસમો હારજીત નો જુગાર રમી રહ્યા છે તેથી પંચમહાલરેંજ ગોધરા પીએસઆઇ એ.એ. ચૌધરી એ રેડ દરમિયાન ૩૩ નબીરોઓને ૨,૫૯,૭૫૫ ના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કરી દીધા હતા
મળતી માહિતી અનુસાર ગોધરા રેન્જ આઈજીના આરઆરસેલ ના પીએસઆઇ એ.એ. ચૌધરીબાતમી મળી હતીકે લુણાવાડા શહેરની પંચશીલ હાઇસ્કુલ પાસે આવેલાાનાસીર કયુબનાા મકાનમા હારજીતની બાજીનો જુગારધામ ધમધમી રહ્યુ છે.અને કેટલાક શખ્શો ત્યા જુગાર રમી રહ્યા છે.આથી આરઆરસેલે ટીમ સાથે મકાન પર રેડ પાડતા ત્યાથી 33 જેટલા જુગારીઓને પકડી લીધા હતા.સાથે સાથે 26 મોબાઈલ ફોન અને 95000 રોકડ રકમ., 1 ટાટા નેનો કાર , 2 બાઈક પણ જપ્ત કર્યા હતા. નાસીર કયૂબ અરબ જુગાર ધામના સંચાલક રેડ દરમિયાન ત્યાથી ફરાર થયો હતો. આરઆરસેલે 2, 59, 505 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.