ગોધરા રાજુ સોલંકી
ગોધરા સરદારનગર ખંડ ખાતે જિલ્લા પુરવઠા તંત્ર અને કોમન સર્વિસ સેન્ટરની અધ્યક્ષ સ્થાને વર્કશોપ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના સસ્તા અનાજની દુકાનદારો ને VLE તથા FPS અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલમાં અમલમા મુકવામાં આવેલ આરોગ્ય ની આયુષ્યમાન ભારતની યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલા કોમન સર્વિસ સેન્ટર દ્વારા બીપીએલ કાર્ડ ના લાભાર્થી ઓને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે જેનો લાભ ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના ગામો સુધી પોહચાડવામા આવશે તેમાટે CSC ગામે ગામ ફરી લાભાર્થી ઓને લાભ પહોંચાડશે અને આકામ માં CSC તથા જિલ્લા પુરવઠા તંત્ર FPS ની મદદથી સસ્તા અનાજના દુકાનદારો સાથે મળીને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે આ કાર્યક્રમમાં DSO સક્સેના DPO ડૉ મહેતા રિતેશભાઈ દલવાડી CSC ના મેનેજર ઈમ્તિયાઝ મન્સુરી વનરાજસિંહ ચાવડા અને નૈતિક પટેલ સહિત સસ્તા અનાજના દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા