ગોધરા,રાજુ સોલંકી
ગુજરાતભરમાં આજે જીલ્લા અને તાલુકામથકોએ તલાટીઓએ પોતાની પાંચ માંગણીઓને લઇને માસ સીએલ પર ઉતર્યા હતા.પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે તાલુકાતલાટી મંડળ દ્રારા તાલુકા પંચાયતના પંટાગણમાં માસ સીએલનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા ગોધરા તાલુકાના તલાટીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Advertisement
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ પંચમહાલ જીલ્લાના તલાટીઓ માસ સીએલ કાર્યક્રમ પર ઉતર્યા હતા.ગોધરા તાલુકાના તલાટીઓ આજે ગોધરા ખાતે તાલુકા પંચાયતના પંટાગણમા માસ સીએલના કાર્યક્રમમા જોડાયા હતા.
તલાટીઓએ પોતાની પાંચ માંગણીઓ સરકાર સંતોષે તેવી માંગ કરી હતી. જેમા પોતાની વિવિધ માંગણીઓ જેમા ગ્રેડ પે સુધારણા શરત ૪,૫,૬ રદ કરવી ૨૦૦૬ ના બદલે ૨૦૦૪થી ભરતી થયેલની સળંગ નોકરી ગણવી,નવા ભરતી થયેલા ને પેન્શન પધ્ધતિ દાખલ કરવી,સહિતની માંગો ઉચ્ચારી હતી.