ગોધરા રાજુ સોલંકી
ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા વોલમાર્ટને ભારતમાં વેપાર કરવાની મંજૂરી આપવાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેર તથા જિલ્લાના મળી હજારો વેપારીઓ એ વિરોધ નોંધાવ્યો હતો અને બાઈક રેલી યોજી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું
ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી ગોધરા શહેરના ૪૦૦થી વધારે મેડીકલ સ્ટોરના વેપારીઓ અને કેમિસ્ટઓ
ભેગા મળીને કાળી પટ્ટી ધારણ કરી બાઇક સાથે રેલી યોજી બંધ એલાનનો વિરોધ દર્શાવતા પેમ્પ્લેટ હાથ માં લઇ ઓનલાઈન કંપનીઓ સામે સુત્રોચાર કરી જિલ્લાના કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી ઓનલાઈન દવાના વેચાણ કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા માટે રજૂઆત કરી હતી
જ્યારે ગોધરા વેપારી એસોસિએશન ના કલ્પેશભાઇ દેસાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે શહેર ના લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે ભેગા થઇ વોલમાર્ટ ને ભારત માં વેપાર કરવા માટે આપવામાં આવેલ મંજૂરી સામે વિરોધ દર્શાવી વોલમાર્ટ ના કારણે અસંખ્ય વેપારીઓના અસ્તિત્વ અને આગામી સમય માં વેપાર કરવામાં મુશ્કેલીઓ પડશે તેમ જણાવી વોલમાર્ટ ના વેપાર કરવાની મંજૂરીનો વિરોધ નોંધવી જિલ્લાના કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું