ગોધરા, રાજુ સોલંકી
Advertisement
વડતાલના પુર્વગાદી પતિ અજેન્દ્ર પ્રસાદ ૨૦૦૩ની સાલમા ગાદીપતિ હતા.તેમની સામે પરંપરાથી વિપરીત આચરણો કરવાના આક્ષેપો લાગ્યા હતા.અને સત્સંગસભાએ ઠરાવ કરીને દૂર કર્યા.ત્યારબાદ તેમણે નડીયાદ કોર્ટમા આ નિર્ણયને પડકાર્યો જેની સામે કોર્ટે તેમને તમામ પદો પરથી દુર થવાનો આદેશ આપ્યો.જેની સામે આ નિર્ણયને હાઇકોર્ટમા પડકારતા ગાદી પરથી હટાવાના આદેશ પર સ્ટે આપવામા આવ્યો છે.આ આદેશના પગલે ગોધરા શહેરમાં રહેતા તેમના હરીભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.અને દિવાળીજેવી ઊજવણી કરી હતી જેમા ફટાકડા ફોડીને આનદોત્સવ મનાવાયો હતો.હરીભકત ગોપાલભાઈએ જણાવ્યુ હતુ કે” ગોધરાના તમામ હરિભકતોને આ નિર્ણયને વધાવી લીધો છે.આ સત્યનો વિજય છે.નોધનીય છે કે ગોધરામા પણ મોટી સંખ્યામા સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયલો વર્ગ રહે છે.