Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા MGVCL દ્રારા 21.28.લાખની વીજચોરી પકડાઇ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જિલ્લા સહિત ગોધરાશહેર અને સંતરોડ સબ ડીવીઝન ના ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.જેમા આજે સવારે ૪૨જેટલી ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી.જેમા ગોધરા શહેર અને સંતરોડ સબ ડીવીઝનના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધર્યું હતું. ગોધરા શહેરના ૪૩૮ જગ્યાએ કનેક્શન ચેકિંગ કરતા ૩૭ જગ્યાથી વીજચોરી ઝડપી કુલ૧૬.૯૦ લાખની વીજચોરી ઝડપાઇ હતી.

તેમજ સંતરોડ સબ ડીવીઝન ખાતે આવેલા ગ્રામીણ વિસ્તારોમાં૧૧ જેટલી ટીમો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ૨૪૯ કનેક્શનનેવીજ મીટરો સહિત ચેકિંગ કર્યા હતા. જ્યા ૪.૩૮ લાખની વીજચોરી મળી આવી હતી
આમ પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત સંતરોડ ખાતે વીજચોરી ચેકિંગ દરમિયાન કુલ ૬૮૭ વીજ જોડાણ તપાસ કરતા કુલ મળી ૭૪ જગ્યા એ વીજચોરી ના કિસ્સા બહાર આવ્યા હતા અને ૨૧.૨૮ લાખ વીજચોરી મળી આવી હતી.તેના પગલે વિજચોરોમા ફફડાટ મચી જવા પામ્યો હતો.


Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે…

ProudOfGujarat

લીંબડીના ભોયકા ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા હોબાળો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રોજગાર કચેરીની સેવાઓ ઘેરબેઠા પૂરી પાડવા હેલ્પલાઈન શરૂ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!