ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાંભાદરવી પુનમના ખીલેલા ચદ્રમાં સાઇબાબાની ચહેરાની પ્રતિકૃતિ દેખાતા લોકોમા ભારે કુતુહલ સર્જાયુ હતું.
આ વાત વાયુવેગે પ્રસરતા લોકોએ અગાશી પર જઇ હાથ જોડી દર્શન કર્યા હતા.આજે ભાદરવી પુનમના દિવસે ચદ્ર સોળે કળાએ ખીલ્યો છે.ત્યારે સાંજે એક અલૌકિક ઘટના પંચમહાલ જીલ્લામા બનતા ભારે કુતુહલ લોકોમા સર્જાયુ હતુ.ખીલેલા ચદ્રમાં સાઇબાબા ની ચહેરાની પ્રતિકૃતિ દેખાય છે,તેવી વાત ફેલાતા સાંઇ ભકતો એ દર્શનનો લાભ લીધો હતો.ચદ્રને ધ્યાનથી જોતા સાંઇની પ્રતિકૃતિ દેખાતી હતી. આ ઘટના અંગે લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરતા અવિનાશભાઈ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે આજે ખરેખર અવકાશ એક્દમ સ્વચ્છ થતા એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો જેમાં પૂર્વમાં પૂર્ણ ચંદ્રમા તેનાથી થોડીક દુર ઉપર લાલરંગનો મંગળ ગ્રહ દક્ષિણતરફ માથા ઉપર શનિગ્રહ પશ્ચિમમાં ગુરૂ અને શુક્ર આમ પાંચ ગ્રહો એક સાથે જોવા મળ્યા હતા ચોમાસા દરમ્યાન વાદળોના કારણે આવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે પૂર્ણ તેજસ્વી ચંદ્ર હોવાથી તેના ઉપરના ખડકો ખાડાઓ પહાળો વગેરે વિવિધ આકાર સ્વરૂપે સ્પષ્ટ જોવા મળે છે આ આકરોમા ગોધરા નગરજનો દ્વારા પોતાના મનગમતા આકાર જોઈ આનંદની અનુભૂતિ કરી રહ્યાં છે અને આવાત સોશ્યલ મિડીયા દ્વારા વાયુવેગે પ્રસરી રહી છે આ ઘટનાઓ ટેલિસ્કોપની મદદથી નિહાળવી હોય તો ગોધરાના લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરી શકે છે
પંચમહાલ જીલ્લામાં પુર્ણ ખીલેલા ચદ્રમા સાઇની પ્રતિમા દેખાતા લોકોમા કુતુહલ
Advertisement
1 comment
ચંદ્ર માં માનવી નો ચહેરો દેખાવવાની ઘટના અંકલેશ્વર માં પણ જોવા મળે છે