ગોધરા રાજુ સોલંકી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પ્રવાસે આવ્યા હતા જેમાં ગોધરાના દલિતસમાજ આગેવાનો સાથે ચિંતન શિબિર બેઠક યોજી હતી જેમાં દલિતસમાજના વિવિધ પ્રશ્નો સાંભળ્યા અને સંધની સમાજમા ભૂમિકા તેમજ દલિતના પ્રશ્નોને લઈને સંધની કાર્યપદ્ધતિની તેમજ સંઘની વિચારધારા અને યોજનાની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત દલિતસમાજના અગ્રણી તથા રીટાયાર પ્રોફેસર વિનોદભાઈ ગાંધી એ સંઘના પ્રાંત પ્રચારક સામે જોરદાર રજૂઆત કરી હતી જેમાં તેઓ એ વાત કરી કે 1925 થી સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારથી આજદિન સુધી દલિતસમાજના લોકો કેમ સંઘમાં જોડાયા નથી અને કેમ તેમણે સ્થાન આપવામાં આવ્યું નથી આ ઉપરાંત જાતિવાદીનું રાજકારણ અને અસ્પૃશ્યતા દૂર કરશે ખરું તેવી રજુઆત સંઘના પ્રાંતપ્રચારક સમક્ષ કરી હતી તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય એ દલિતસમાજ આગેવાનોને સમજાયું હતું કે 92 વર્ષ સુધી સંઘ જુદાજુદા ગુજરાતના છ લાખ ગામડામાં દરેક વ્યક્તિ સાથે મળીને તેવોને સાંભળ્યા અને દરેક જગ્યાએ દલિતસમાજના યુવાનોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જવાબદારી સોંપવામાં આવી છે આ ચિંતન શિબિર દરમ્યાન દલિતસમાજનાં અગ્રણી પ્રોફેસર વિનોદભાઈ ગાંધી નારણભાઇ પરમાર શાંતિ લાલ ગોવિંદભાઇ પરમાર મુકુંદભાઈ ચૌહાણ અનિલભાઈ પરમાર ભરતભાઈ પ્રણામી ભરતભાઈ સોલંકી નટુભાઈ સોલંકી શાંતિલાલ સોલંકી કમલેશભાઈ શ્રીમાળી નરેન્દ્રભાઈ પરમાર વિઠ્ઠલભાઈ પરમાર ચંદ્રેશભાઈ વિસાલપુરા વગેરે હાજર રહ્યા હતા