ગોધરા,રાજુ સોલંકી.
ગોધરા નગર પાલિકા શોપિંગ સેન્ટર માં આવેલ વાસણ ની દુકાન માં કામ કરતા યુવકને વીજ કરંટ લગતા ઘટના સ્થળેજ તેનું મોત નીપજ્યું હતું જયારે અન્ય એક યુવક તેને બચાવા જતા તે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો અને તે ધાબા પર પટકાતા ઇજાગ્રસ્ત બન્યો હતો ઉલ્લેખનીય છેકે બંને યુવકો વરસાદી પાણીના નિકાલ માટે પ્લાસ્ટિકની પાઇપ લગાવવા માટે ધાબા પર ચડ્યા હતા અને તાર બાંધતી વેળાએ તાર વીજ વાયરને અડકી જતા યુવકને વીજ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે મોટી સંખ્યા માં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી મદદ પુરી પાડી હતી જયારે અન્ય ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો આ બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
ગોધરા શહેરના તળાવ રોડ ખાતે આવેલ પાલિકાના શોપિંગ સેન્ટરમાં અલ્પેશ મેટલ કોર્પોરેશન નામની વાસણની દુકાન આવેલી છે જે વાસણની દુકાન પર ગોધરાના પરવડી ગામે રહેતો ચંદન અમરસિંહ લુહાર નામનો યુવક કામ કરતો હતો અને આજે નિયત સમયે સવારે વાસણની દુકાને આવ્યો હતો ત્યારબાદ દુકાન માલિકનો પુત્ર વિક્રમ મોહન જૈન તથા ચંદન લુહાર આ બંને યુવકો દુકાનની ઉપર આવેલા ધાબા ના ભાગે વરસાદી પાણી ના નિકાલ કરવા માટે પ્લાસ્ટિકની પાઇપ લગાડવા માટે ચડ્યા હતા જે દરમ્યાન પ્લાસ્ટિકની પાઇપ તાર વડે બાંધતા હતા તે વેળાએ તાર વીજ વાયરને અડકી જતા ચંદન લુહારને વીજ કરંટ લગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું જયારે વિક્રમ જૈન તેને બચાવવાની કોશિષ કરતા તેને પણ વીજ કરંટ લાગ્યો હતો જેને લઈને તે પણ ગંભીર રીતે દાઝયો હતો અને ધાબાના ભાગે પટકાતા ઈજાગ્રસ્ત બન્યો હતો બનાવની જાણ આસપાસના લોકોને થતા જરૂરી મદદ પુરી પાડી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત બનેલ વિક્રમ જૈનને સારવાર અર્થે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ ચંદનના પરિવારજનોને થતા ગોધરા ખાતે દોડી આવ્યા હતા અને ચંદનના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો જ્યાં પરિવારજનોએ ભારે રોક્કળ મચાવી મૂકી હતી અને પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી જવા પામી હતી બનાવની જાણ શહેર એ ડીવીઝન પોલીસને થતા તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.