રાજુ સોલંકી ગોધરા
Advertisement
સાંપ્રત સમયમાં સમગ્ર દેશ જ્યારે જાતિવાદ અને વર્ગવિગ્રહથી સળગતો છે ત્યારે પૂ.લોકમાન્ય તિલક દ્વારા સામાજિક એકતાના પ્રતીકરૂપ ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી હતી તે ઉમદા ધ્યેયને લઈને સામાજિક સમરસતા સમિતિ ના માધ્યમથી દરેક ગણેશ મંડળોમાં જઈને ત્યાંના આયોજકોને અભિવાદનપુષ્પ દ્વારા અભિવાદીત કરી જ્ઞાતિ-જાતી અને વર્ગના નિર્મૂલન દ્વારા સામાજિક સમરસતાનો સંકલ્પ લેવડાવ્યો.
સામજિક સમરસતા સમિતિના જિલ્લા સંયોજક શ્રી ચંદ્રેશભાઈ વિસલપુરાના જણાવ્યા મુજબ સમગ્ર પંચમહાલ અને મહીસાગરના એક હજારથી પણ વધુ ગણેશ મંડળોમાં સમિતિ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે અને આયોજક મંડળો પોતાની નૈતિક જવાબદારી સમજી સમરસતા માટે સંકલ્પિત બન્યા છે.