પંચમહાલ,રાજુ સોલંકી
ગોધરા શહેરમાં સિંધી સમાજનો મોટો સમૂહ વસવાટ કરે છે અને ધંધા રોજગાર આ મહેનતુ પ્રજા ચલાવે છે સિંધી સમાજના પાવન ગણાતા ચેટીચાંદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી સિંધી સમાજ દ્વારા કોમી શાંતિ ભાવના દ્રઢ કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય તહેવાર તરીકે તેની ઉજવણી કરવામાં આવી હતી ગોધરા શહેરના મુખ્ય માર્ગો ને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યા હતા સિંધી સમાજના વેપારી આગેવાનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા ચેટીચાંદ નો તહેવાર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે ગોધરા શહેર સિંધી સમાજના અગ્રણી તથા નગર પાલિકાના માજી પ્રમુખ ગંગારામ હરવાણી તેમજ વિદ્યાબેન હારવાણી સિંધી સમાજ ગોધરા પ્રમુખ કિશોરીલાલ ભાયાણી અશોકભાઈ રાવલાણી તથા આગેવાનોમાં ચુનીલાલ દાસયાની અશોક માખીજાની રાજેન્દ્ર માખીજાની સુનિલ લાલવાણી અશોક લાલવાણી ટીન્ડુ સાવાણી સુરેશ લાલવાણી સુરેશ દેરાઈ મનુભાઇ ભગત નગર પાલિકા માજી પ્રમુખ મુરલી મુલચદાણી કેમિસ્ટ કા સંદેશ ના તંત્રી મહેશભાઇ સુદરાની ગોધરા સમાચારના તંત્રી જીતુભાઇ ભાગવાની પંચમહાલ જિલ્લાના ડીડી ન્યૂઝના બ્યૂરોચીફ અશોકભાઈ સામતાણી નરેશભાઈ સામતાણી પ્રશાંત સામતાણી રેડકોંસ સોસાયટીના રિજિ ચેરમેન હોતચદ ધમવાણી સહિત ના તમામ સિંધી સમાજના અગ્રણીઓ એ ચેટીચાંદ પર્વના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ગોધરા શહેર માં પવિત્ર ચેટીચાંદ ના તહેવારને અનુલક્ષીને સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ભગવાન ઝૂલેંલાલ ના મંદિરને ફૂલ શણગાર તેમજ રોશની થી શણગારવામાં આવ્યા હતા સમાજના આગેવાનો દ્વારા ઝૂલેંલાલ ભગવાનની મૂર્તિ ને પૂજા અર્ચના કરી ને સ્નાન કરાવ્યું હતું મંદિરના પટાંગણમાં પ્રસાદી સહિત ઠંડા પીણાં નું વિતરણ કરાયું હતું શહેરના રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું શોભાયાત્રાના અંતે ઝૂલેંલાલ જ્યોત નું વિસર્જન ગોધરા સ્થિત ઝૂલેંલાલ સાર્વજનિક ધાટ ખાતે કરવામાં આવ્યું હતું ઉપરાંત સમાજની ધર્મશાળા ખાતે ભવ્ય ભંડારા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચેટીચાંદ ના આ શુભ દિવસે તમામ નામી અનામી અગ્રણી તેમજ મુસ્લિમ સંગઠનો દ્વારા પણ સમગ્ર સિંધી સમાજ ને શુભેચ્છા પાઠવી હતી.