વિજય કુમાર, ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે.ત્યારે સિંધી સમાજ દ્વારા કળશયાત્રાનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. લીલાશાહજી કુટિયા ખાતે સંગીતમય ભાગવત કથાનુ સિધી ભાષામાં આયોજન કરવામા આવી રહ્યું છે.સવારે સાજે આ કથાનો લાભ મોટી સંખ્યામા સિંધીસમાજના ભક્તો અને શહેરીજનો લેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર પવિત્ર અધિકમાસ ચાલીરહ્યો છે. ત્યારે ગોધરા ખાતે ઈન્દોરના કથાકાર સ્વામી માધવદાસ ઉદાસી દ્વારા સિધી ભાષામા સંગીતમયભાગવદ્દકથા તેમજ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ લીલાશાહજીકુટીયા ખાતે થનાર છે. જેના ભાગ રૂપે પોથીયાત્રા, કળશયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામા સિંધી સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા અને ગોધરા શહેરના જાણીતા બિલ્ડર મનુભાઈભગતના ઘરેથી નીકળેલી કળશયાત્રા બામરોલી રોડ સહિત વિવિધમાર્ગો ઉપર ફરતા શહેરમા અનોખુ આકર્ષણ જમાવ્યુ હતુ.ત્યારબાજ સાજેલીલા શાહજીકુટીયા ખાતે સિધીભાષામા ભાગવદ્દકથાનો પ્રારંભ સવારના તેમજસાંજના બે કલાક સુધી રાખવામા આવી છે. તા ૧૦-૬-૨૦૧૮ સુધી આ કાર્યક્રમનુ આયોજન થઈ રહ્યુ છે. સિધીસમાજનાઅગ્રણીમનુભાઈભગત,તુષાર
ભગત વિશાલ ભગત,સહીતના અગ્રણીઓ ખાસ કાર્યક્રમને સફળ બનાવા જહેમત ઉઠાવીરહ્યા છે.