વિજય સિંહ સોલંકી, ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે રહેતી પરણીતાને લગ્ન કર્યાના ત્રણ દિવસ બાદ પતિ તેમજ સાસુ સસરા દિયર દેરાણી એ દહેજમાં સોનાના દાગીના લઈ આવ તેમ જણાવી મારઝુડ અને શારીરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્રાસનો ભોગ બનેલી પરણિતાએ આખરે ગોધરા મહીલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરમા રહેતા અંજનાબેન સુરતાન ભાઈ મીનામા રહે. ગીતાપાર્ક સોસાયટી આઈટીઆઈ પાસે ગોધરા,ના લગ્ન ગૌતમભાઈ સારણીયા (રહે. એસ ૭૦૮, મેઘ મલ્હાર સીમાડા જકાતનાકા પાછળ સુરત) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.લગ્નના ત્રણ દિવસ બાદ પતિ ગૌતમ ભાઈ અને તેમના સાસરા પક્ષ સહિતનાસભ્યોએ પોતાનું પોત પ્રકાશ્યુ હતુ.જેમા રણછોડભાઈ સારણીયા,(સસરા) દયાબેન સારણીયા(સાસુ) કપીલભાઈ સારણીયા (દિયર)ધારાબેન સારણીયા( દેરાણી) એ ગૌતમભાઈની ચઢામણી કરતા પરણિતા અંજનાબેનની સાથે ઝગડા કરી મારઝુડ કરી સાસુ દયાબેન દ્વારા સોનાના દાગીના દહેજમા માગવામા આવતા હતા. અંજનાબેને આ મામલે સમાધાન કરી ને પાછા સાસરીયે જવાનો પણ પ્રયત્ન કર્યો પણ સમાધાન ન થઈ શક્તા આખરે સાસરીયાઓને સબક શિખવાડવા પોલીસને શરણે જવાનો નિર્ણય કર્યો હતો. તમામ સાસરીયાઓ વિરુધ્ધ ગોધરા મહીલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.