વિજયસિંહ સોલંકી,ગોધરા
દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે જતી એસટી બસમા બેઠેલી મહીલાને પ્રસુતિનુંદર્દ ઉપડતા બસના ડ્રાઈવરે તાત્કાલિક બસને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચાડી સિવિલ સર્જનનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક ત્યા પોતાના સ્ટાફ સાથે પહોચીને મહીલાને સફળ પ્રસુતિ કરાવી હતી.હાલમા માતા અને બાળકીની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકીના પિતાએ તબીબો નો આભાર માન્યો હતો ત્યારે મુસાફરોએ પણ સિવિલ સર્જનની કામગીરીને બિરદાવી હતી. સાથે “બેટી બચાવો ” અભિયાનને મહાસાર્થક કરાવતા તેમના માનવતા ભર્યા પગલાની પ્રંશસા કરવામા આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જીલ્લાના ઝાલોદ ધોળાસાકરા ગામના રંગાભાઈ ડામોર તેમની પત્ની ધુળીબેન સાથે મજુરી કામ માટે વડોદરાગયા હતા. અને હાલ પોતાના વતન આવા નીકળ્યા હતા રાજપીપળાથી ઝાલોદ ખાતે જતી એસ. ટી બસમા બેઠા હતા.ગર્ભવતી ઘુળીબહેનને ગોધરા આવતા ધુળીબેનને પ્રસુતિનું દર્દ શરુ થવા માડ્યું હતું. તેમના પતિ રંગાભાઈ ડામોર પણ એક સમયે ગભરાઈ ગયા હતા ત્યારે બસના ડ્રાઈવર અને કંડકટરને આ વાતની જાણ થતા તેમને બસ સીધી ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે ઉભી રખાવીને હોસ્પિટલના તંત્રને જાણ કરી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલના સિવીલ સર્જન ડો.પી.સાગર ને જાણ થતા પોતાનો સ્ટાફ ડો. મિનેશ દલવાડી તથા નર્સિગ સ્ટાફના ચેતનાબહેન સાથે તાત્કાલિક એસટી બસમા પહોચી ગયા હતા.અને આદિવાસી મહીલા ધુળીબહેનને પ્રસુતિ કરાવી હતી. ધુળીબહેને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ધુળીબેનના પતિ રંગાભાઇ એ તબીબી સ્ટાફનો આભાર માન્યો હતો. હાલ મહીલા અને બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. બસના ડ્રાઈવરે પણ સમયસુચકતા વાપરી માનવતા ભર્યો અભિગમ રાખીને બસને દવાખાને પહોચાડી હતી મહીલાનો જીવ બચાવ્યો હતો.ડો. કે.પીસાગરે ફરી એકવાર બેટી બચાવો ના અભિયાનને સાર્થક કરી બતાવી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. અત્રે નોધંનીય છેકે પંચમહાલ તેમજ દાહોદ જીલ્લામા રહેતો આદિવાસી સમાજ મજુરીકામમાટે સુરત, વડોદરા જેવા શહેરોમા જતો હોય છે. આ મજુરીકામમા મહીલાઓ સાથે પણ જતી હોય છે. ત્યારે એસટી બસમા મુસાફરી દરમિયાન આવી આદિવાસી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હોવાની ઘટનાઓ પણ ભુતકાળમાં બની છે. ત્યારે સરકારી હોસ્પિટલની આરોગ્ય તંત્રની સેવાઓતેમજ ૧૦૮ જેવી સેવાઓ પણ આર્શિવાદ સમાન બની છે.