Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને* ‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમ યોજાયો.

Share

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારની વિકાસ યાત્રાના પાંચ વર્ષની પૂર્ણતાના અવસરે આજે ગ્રામગૃહ નિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યકક્ષા મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ૮મી ઓગષ્ટ-‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમ યોજાયો હતો. સરદારનગર ખંડ, ગોધરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સન ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટ ફાળવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાની ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરા નગરપાલિકાને કુલ ૫.૬૨ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષા મંત્રીશ્રી બચુભાઈ ખાબડે આ પ્રસંગે જિલ્લાના વિકાસને નવો વેગ આપતા ગોધરા નગરપાલિકાના ૧૧.૯૬ કરોડ, હાલોલ નગરપાલિકાના ૧.૩૩ કરોડ અને કાલોલ નગરપાલિકાના ૫૫ લાખના શહેરી સુખાકારીના કાર્યો, વિકાસના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોતાના સંબોધનમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે જયાં માનવી ત્યાં વિકાસના ઉમદા આશયથી, સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે રાજયના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે. ઓગસ્ટ માસમાં આ નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજયમાં જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞ થકી છેલ્લા પાંચ વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ લઇ પ્રજાની પાસે ગઇ છે. તેમજ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરી સુખાકારી દિન નિમિત્તે આજે રાજ્યમાં ૫૦૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ૧,૦૦૦ કરોડથી વધુના ચેકોનું વિતરણ આ બાબતની સાબિતી આપે છે કે આ નવદિવસીય અભિયાનના પરિણામે કેટલા મોટા પ્રમાણમાં લોકો લાભાન્વિત થયા છે. m
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષના સ્થિર અને સક્ષમ સુશાસનમાં ગુજરાતના શહેરો સ્માર્ટ અને સસ્ટેનેબલ, આધુનિક, પ્રદૂષણરહિત અને તમામ પ્રાથમિક સુવિધાઓથી સભર બન્યાં છે. આ સરકારના શાસનમાં જે જનસુખાકારી કામોના ખાતમૂહુર્ત કરવામાં આવે છે, તે કામોના લોકાર્પણ આ સરકાર કરે છે. સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સરકારનું સુચારું આયોજન હોવાથી આ સરકાર આમ કરી શકે છે એમ જણાવતાં તેમણે સરકારે આદરેલા નવ દિવસના સેવાયજ્ઞમાં કરોડોના વિકાસકામોની વણઝારની વિસ્તૃત વિગતો વર્ણવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત થયેલી કામગીરીની વિગત વાર વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં વસતા દરેક નાગરિકને પોતાનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરાઇ રહી છે. છેલ્લા ૨૫ વર્ષમાં ખેતીવાડી, આરોગ્ય, શહેરી-ગ્રામીણ વિકાસ, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સરકારે હાંસલ કરેલ સિદ્ધિઓ શ્રી ખાબડે વર્ણવી હતી. અમદાવાદ- સુરત મેટ્રો, સાબરમતી રિવરફ્રન્ટ, રાજ્યભરમાં હાથ ધરાયેલ કચરા વ્યવસ્થાપનની સુવિધાઓ વિશે તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અમદાવાદથી રાજ્ય કક્ષાના ‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ પોતાના ઉદબોધનમાં ગોધરા શહેરની સુવિધાઓમાં થયેલા સુધારાની વાત કરતા નવા સાકાર થવા જઈ રહેલી આંતરમાળખાકીય સુવિધાઓ અંગે આનન્દ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, ધારાસભ્ય કાલોલસુશ્રી સુમનબેન ચૌહાણ, નગરપાલિકા પ્રમુખશ્રી સંજયભાઈ સોની, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના દાંડિયા બજાર નદી કાંઠા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો બે વીજ કરંટ લાગ્યો,એક નું મોત અન્ય બે સારવાર હેઠળ

ProudOfGujarat

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

ProudOfGujarat

જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝઘડીયાની બોરજાઈ શાળા પ્રથમ ક્રમે આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!