Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: સીએનજી ગેસ સીલીન્ડરની ચોરી કરતા ઇસમની ગોધરા બી ડીવીઝન પોલીસે અટકાયત કરી.

Share

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ભીલોડીયા પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાં બાતમીના આધારે રેડ કરીને શહેરના બામરોલી રોડ વિસ્તારમાંથી કારમાથી ચોરી કરેલા સીએનજી ગેસ સિલીન્ડરના મૂદ્દામાલ સાથે શાહીદ સિદ્દીકી નામના ઇસમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનૂસાર જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના દ્વારા જિલ્લામાં બનતા ચોરીના અનેક ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપવામાં આવી હતી.ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભીલોડીયા પ્લોટ,જાકીર હૂસેન સ્કુલ પાછળના વિસ્તારમા રહેતો ઈસમ શાહીદ સિદ્દીકી સીએનજી ગેસના સિલિન્ડર ચોરી કરીને ક્યાંકથી લાવીને ઘરમાં સંતાડ્યો છે.આથી પોલીસ ડીસ્ટાફની ટીમ દ્વારા ઘરે જઈને તપાસ કરતા ઘરમાથી સીએનજી ગેસસિલીન્ડરનો એક બોટલ મળી આવ્યો હતો.આ સિલીન્ડર બાબતે તેને સંતોષકારક જવાબ નહી આપતા ટીમ દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે લાવીને વધુ પુછપરછ કરતા ઇસમે ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાંથી કારમાથી ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતૂ.આ ચોરીના મામલે ગોધરા શહેર એડીવીઝન પોલીસ મથકમા નોધાયેલો ચોરીના ગૂનાનો ભેદ ઉકેલાયો હતો. હાલમા આ આરોપી ઈસમની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાજુ સોલંકી ,પંચમહાલ.


Share

Related posts

અજીમાણામાં દેસાઇ પરિવારે પોતાની દિકરીના લગ્ન સાથે સાત વાલ્મિકી દીકરીઓને પરણાવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ

ProudOfGujarat

Dahod district panchayat president wise president election AVBB kalpesh Damor

ProudOfGujarat

વડોદરામાં પત્નીએ પતિનું ગળું દબાવી, વીજકરંટ આપી હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!