Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા:-RTE – 2009 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં ક્ષતિપૂર્તિનો સમય અવધિ વધારવા AAP પાર્ટીની માંગ

Share

મફત શિક્ષણ અધિકાર અધિનિયમ એક્ટ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા ઑનલાઇન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.જેમાં ફોર્મ ભરવાનો સમયગાળો તથા ત્યારબાદ ફોર્મ ચકાસણી કરવામાં આવે છે તે દરમિયાન કોઈ ફોર્મમાં કોઈ પ્રકારની ક્ષતિ રહી હોય, અધુરી રહી ગયેલી વિગત કે જરુરી પૂર્તતા કરવાના કાગળો ના હોય તેવી ક્ષતિપૂર્તિ કરવા માટે વાલીઓને જાણ કરવામાં આવતી હોય છે. જે સંદર્ભે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને એક રજુઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે, RTE – 2009 એક્ટ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં ક્ષતિપૂર્તિનો સમય તા: ૬/૭/૨૦૧ થી તા: ૧૦/૭/૨૦૨૧ સુધી રાખવામાં આવ્યો છે જેની અવધિ માત્ર પાંચ દિવસ છે. આજે કોરોના મહામારીના સમયમાં કેટલીક સરકારી ઑફિસો માં કામગીરી ધીમી રહી છે. લોકોની અવર-જવર ઉપર પણ મર્યાદાઓ હતી તેમજ શનિવાર રવિવાર ના દિવસો ની રજાઓ હોવાનાં કારણે કેટલાક દસ્તાવેજી પુરાવા એકઠા કરવા સમય ના મળ્યો હોય અથવા આપવામાં આવેલ સમય પાંચ દિવસનો છે એ પુરતો નથી તેથી સમય વધારવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.વાલીઓને આ ફોર્મ ભરવાની માહિતી હોતી નથી અને ઉતાવળ માં ફોર્મ ભરી દેતાં હોય છે ત્યારે ફોર્મ માં કેટલીક ક્ષતિઓ રહી જતી હોય છે ત્યારે આ ક્ષતિપૂર્તિ કરવા માટે સમય વધારવામાં આવે તો કોઈ બાળક આ RTE – 2009 એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા થી વંચિત ન રહી જાય એવા શુભ આશયથી આ રજૂઆત કરવામાં આવી છે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું છે.

રાજુ સોલંકી ,પંચમહાલ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ખાનગી શાળાની મનમાની : કોરોના કેસોની ચિંતાજનક સંખ્યા વચ્ચે શાળામાં ભુલકાંઓ બોલાવી જોખમ ઉભું કરાયુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નાં ઝગડિયા તાલુકા નઉચેડીયા ગામે થી ચોરી થયેલ બાઈક સાથે બાઈક ચોર ને એલ.સી.બી પોલીસે ઝડપી લીધો હતો

ProudOfGujarat

ભરૂચ નગરમાં આજે સાંજે 5 વાગ્યા ના અરસામાં હળવા ભૂકંપ ના આંચકા અનુભવાયા જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!