હાલમા કોરોનાની મહામારીને કારણે શાળાઓ-કોલેજોમાં શિક્ષણકાર્ય ઓનલાઇન થઈ રહ્યુ છે. ત્યારે હવે દરવર્ષે યોજાતા વિવિધ શૈક્ષણિક પ્રદર્શનો પણ ઓનલાઇન યોજાઇ રહ્યા છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ ગોધરાના સંયુક્ત ઉપક્રમે જીલ્લા સ્તરીય ગણિત વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન 2021 નો ઓનલાઇન જિલ્લા કક્ષાનો વિજ્ઞાનમેળો-2020-21 નો યોજાયો હતો. જેમાં વિભાગ-2 “સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા”- પ્રોજેક્ટ ની કૃતિ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી તરફથી પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ વૈજ્ઞાનિકો તરીકે ડામોર રાહુલ મોતીભાઈ તથા ડામોર મંગલેશ શંકરભાઈ ( ધોરણ 10)દ્વારા રજૂઆત પ્રેઝન્ટેશનકરવામાં આવી હતી. કૃતિમાર્ગદર્શક આયોજક ઈન્દ્રવદન નાથાલાલ પરમાર મદદનીશ શિક્ષક ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી રહ્યા હતા.
શાળા પરિવાર તરફથી રજુ કરવામા આવેલી સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા”- પ્રોજેક્ટ ની કૃતિ રાજ્યકક્ષા સુધી જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામા આવ્યો હતો.
રાજુ સોલંકી, પંચમહાલ.