પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આહીર એકતા મંચના યુવાનો અને કાર્યકરો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામા આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું દેશમા ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ દેશમાં ઉગ્ર બની રહી છે.ત્યારે આહીર એકતા મંચના યુવાનો અને કાર્યકરો દ્વારા ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે પંચમહાલ જીલ્લા કલેકટર પ્રવીણા ડી.કે ને લેખિત આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.જેમા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ.
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપીને સંર્પુણ ભારતમા ગૌહત્યા બંધ કરવામા આવે આ માંગ સાથે દ્વારકાના અર્જુનભાઈ આહીર દિલ્લીના જંતર મંતર ખાતે અનિશ્વિત સમય સુધી ધરણા પર બેસીને ગાઇડલાઇનનૂ પાલન કરીને શાંતિપુર્ણ આંદોલન ચલાવી રહ્યા છે.છતા કોઇ સરકાર તરફ પ્રત્યુત્તર ન આપતા આવેદન પત્ર ધ્રુવ ભાટીયા,તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા. જીલ્લા કલેકટરને આપવામા આવ્યુ છે.
રાજુ સોલંકી ,પંચમહાલ