ગોધરા નગરપાલિકા દ્વારા વર્ષ 2013-14 દરમ્યાન ગોધરા નગરના વિકાસના કામો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તે લાખ્ખો રૂપિયા માથી ગોધરા પાવર હાઉસ પાસે આવેલ કુસુમ વિવેકનગર સોસાયટી સામે એક બગીચા બનાવવા માટે આયોજન નગરપાલિકા ના માજી પ્રમુખ રાજેશભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ જે સંદર્ભે બગીચાને સુશોભિત કરવા માટે રમતગમત ના સાધનો અને બગીચાની સુંદરતા વધારવા માટે મહર્ષિ વાલ્મીકી ઋષિ અને બંધારણના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિઓનું અનાવરણ ભાજપ ના પૂર્વ મંત્રી સ્વઃ ફકીરભાઈ વાઘેલા તથા હાલના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની અધ્યક્ષતામાં મહર્ષિ વાલ્મીકી બગીચા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આ બગીચાની માવજત અને જાળવણી અભાવ ના કારણે તેની ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય અને જંગલી વનસ્પતિ ઉગી નીકળેલ હાલતમાં જોવા મળી રહી છે.
ગોધરાના પાવર હાઉસ પાસે આવેલ કુસુમ વિવેકનગર સોસાયટી સામે મહર્ષિ વાલ્મીકી બાગ માં રમતગમત ના સાધનો આજુબાજુ માં લગાવેલ લાઈટીગ અને ફુવારા તેમજ મહર્ષિ વાલ્મીકી ઋષિ અને ડૉ બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિઓનું જાળવણીના અભાવે ધુળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે ગોધરા માં આવેલ મહર્ષિ વાલ્મીકી ઋષિ બાગ કલ ચમન થા આજ વેરાન હો ગયા તેવી ખરાબ દુર્દશા છે પરંતુ તંત્રની માવજત અને જાળવણી ના અભાવે આજે બગીચાઓ ખંઢેર માં ફેરવાઈ ગયા છે બગીચાના વિકાસ માટે લાખોનો ખર્ચ પાણીમાં ગયો છે છતા તંત્રનું પેટનું પાણી હલતું નથી હાલમાં કોરોના ના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. એ બધું બરાબર છે પણ આ બગીચાની જાળવણી અભાવે ચો-તરફ ગંદકીનું સામ્રાજ્ય અને મહા પુરુષો ની મૂર્તિઓ ધુળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે જેથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો ની માંગ છે કે હાલમાં ચુંટાયેલા અને નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની આ બાગનું અને તેની બાજુમાં આવેલા મોર્નિંગ વોક ની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય નિર્ણય લે તે માટે ગોધરા ની સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે.
રાજુ સોલંકી પંચમહાલ