પંચમહાલ જીલ્લા પંચાયતના દંડક અરવિંદભાઈ પરમાર દ્વારા ગોધરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને સત્વરે પગાર આપવામા આવે તેવી માંગ કરી છે. જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકામાં ૩૩૩ જેટલી શાળાઓ આવેલી છે.જેમાં ૧૮૭૬ જેટલા પ્રાથમિક શાળામાં શિક્ષકો ફરજ બજાવે છે. તેઓના પગારની ગ્રાન્ટ પ્રાથમિક શિક્ષણાઅધિકારીની કચેરીએ જમા થઈ ગઈ છે. ૧૨ દિવસ જેટલો સમય હોવા છતા આજ દિન સુધી પગાર મળેલ નથી.જેમા મુખ્ય કામગીરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસમુખ રાણાની કામગીરીનો અભાવ તથા નિષ્ક્રીયતાને લઈને સમયસર પગાર થયેલ નથી. જેના કારણે શિક્ષકોમા નારાજગી ઉઠવા પામી છે. હાલમા શિક્ષકો કોરોનાની મહામારીને કારણે માનસિક હતાશામા મુકાઈ ગયા છે. આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે. શિક્ષકો દ્વારા બેંકોમાંથી લીધેલી લોન સહીતના હપ્તા ભરવાના રહે છે. જેના કારણે શિક્ષકો ખુબ જ હેરાન છે.તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારી અને શિક્ષણ શાખાની નિષ્ક્રીયતાને કારણે ૧૮૭૬ જેટલા શિક્ષકો પગારથી વંચિત રહી ગયા છે. કયા કારણોસર પગાર થયેલ નથી. તેની તપાસ કરાવીને આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોને પગાર મળે તેવી તાકીદ કરવા વિનંતી કરવામાં આવે છે.
રાજુ સોલંકી પંચમહાલ
ગોધરા: તાલુકાના શિક્ષકોને સમયસર પગાર આપવાની માંગ કરતા દંડક અરવિંદભાઈ પરમાર
Advertisement