હાલમાં બાબા રામદેવ ફરી એક નવા વિવાદમાં ઘેરાયા છે. આ વખતે બાબા રામદેવએ એલોપેથી અને એલોપેથિક દવા પર નિશાન સાધ્યું છે જેના પરિણામે ડોકટરો યોગ ગુરૂ બાબા રામદેવ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યાં છે. બાબા રામદેવે વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે એલોપેથિક દવાઓ ખાવાથી લાખો લોકોના મોત થયા છે. તેઓએ એલોપેથીને સ્ટુપિડ સાયન્સ પણ કહ્યું હતું. બાબા રામદેવના આ નિવેદન બાદ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે બાબા રામદેવ પર દેશદ્રોહ અને બંધારણ વિરુદ્ધના કાર્ય માટે સખત કાર્યવાહી કરવા માટે રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા ગૃહ પ્રધાન ભારત સરકારને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. બાબા રામદેવએ વૈજ્ઞાનિક સત્યોની વિરુદ્ધ એલોપથી ડોક્ટર તથા સારવાર બાબતે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તે દેશદ્રોહ યુક્ત અને બંધારણથી વિરુદ્ધના છે માટે તેમણે દેશદ્રોહ અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે જેલ ભેગા કરવા અને તેમની તમામ પ્રકારની સંપત્તિ જપ્ત કરી તેમના રિસર્ચ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરી અને જનતાને ગેરમાર્ગે દોરવા માટે જન્મટીપની સજાની માંગણી રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુજાતવલી દ્વારા ગૃહપ્રધાન ભારત સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી