તૌકતે વાવાઝોડાની અસરના પગલે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં સમાવેશ થતા સાત ડેપો માં એસ.ટી.ના અંદાજીત ૧૫૦૦ જેટલા રૂટો ને સ્થગિત કરવામાં આવ્યા હતા જેમાં લોકલ, એકસપ્રેસ સહિતની બસ બંધ રહી હતી. સાવચેતીના ભાગરુપે એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓને હેડ કર્વાટર ન છોડવા વિભાગીય નિયામક દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.
ગોધરામાં પણ સોમવારની રાત્રીથી ભારે પવન ફુંકાયો હતો અને ઝરમર વરસાદ વરસ્યો હતો. બીજીતરફ વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં ભારે તબાહી અને તારાજી સર્જી છે ત્યારે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં પણ સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગોધરા ડિવિઝન માં એસ.ટી.ના તમામ ૧૫૦૦ રૂટો સ્થગિત કરી દેવાયા હતા. પરંતુ હાલ તૌકતે મહા વાવાઝોડું છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતીઓના શ્વાસ અદ્ધર રાખ્યા હતા. આખરે આ સંકટ ગઈકાલે ટળ્યું હતું. ત્યારે મહા વાવાઝોડા ને લઈને હવામાન વિભાગના જણાવ્યા જણાવ્યા મુજબ મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. તો સાથે જ ગુજરાતમાં હવે વરસાદનું વિધ્ન પણ આડે નહિ આવે. ત્યારે તૌકતે મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. જેના પરિણામે ગોધરા વિભાગના સાત ડેપોના સ્થગિત કરી દેવામાં આવેલા તમામ રૂટ પૂર્ણ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યાં છે ગોધરાના વિભાગીય નિયામક બી આર ડિડોર ને પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં સમાવેશ સાત ડેપો માં લાંબા રૂટ માં ગયેલી સૌરાષ્ટ્ર,વડોદરા,અમદાવાદ તરફ જતી બસો ને
વાવાઝોડા ની અસરને કારણે ગોધરા ડિવિઝન એસ.ટી વિભાગ ની બસોને કેટલું નુકસાન અને આવકમાં કેટલી ખોટ ગઈ તેની માહિતી પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી કારણે એસ.ટી વિભાગના 50 ટકા સંચાલન કરવામાં આવે છે અને હાલ વાવાઝોડા કારણે એસ.ટી બસો ને કોઈ પ્રકારનું નુકશાન થયું નથી. અને તમામ રૂટ ની બસ સેવાઓ કાર્યરત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી