તાજેતરમાં કુમાર ફાઉન્ડેશન અને સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે ગોધરાની કલરવ હાઈસ્કૂલ ખાતે વિશ્વ સાહિત્ય વિશે રાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો. વિશ્વ સાહિત્ય વિશે વિધાર્થીઓ, અધ્યાપકો તેમજ પી.એચ.ડી ના શોધકર્તાઓને ઉપયોગી થવાના મૂળ હેતુથી આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવાં આવ્યુ હતુ.
કાર્યક્રમનું ઉદઘાટન પંચમહાલ જિલ્લાના કલેકટર અમિત અરોરા સાહેબ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલભાઈ સોલંકી દ્વારા દીપ પ્રગટાવીને કર્યો હતો.
તેમણે પરિસંવાદમાં પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પરિસંવાદમાં કુલ 70 જેટલા રસિક લોકોએ ભાગ લઈ વિશ્વ સાહિત્ય વિશે વિશદ માહિતી મેળવી હતી. આખા કાર્યક્રમનું સુંદર આયોજન ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીએ કર્યુ હતુ. પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ હ પટેલે વિશ્વ સાહિત્યની વિભાવના વિશે, રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ વિશે ડૉ. પ્રસાદ ભ્રમભટ્ટે, લે. અર્નેસ્ટ હેમીગ્વેની ઓલ્ડ મે એન્ડ ધ સી વિશે ડૉ જગદીશ જોશીએ, ડૉ ડી પી માછી દ્વારા અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત વિશે, ડૉ સતિશ ડણાકે માનવીની ભવાઈ વિશે, ડૉ શૈલેન્દ્ર પાંડે દ્વારા ઇલિયડ વિશે પોતાના વક્તવ્યો આપ્યા હતા. ત્રણેય સત્રનું સંચાલનમાં ઉર્વશી કુમારી ઉમરેઠિયા, હીરામતીબેન અને ડૉ. રાજેશ વણકર દ્વારા કરવામાં આવ્યુ.
સમાપનસત્રમાં નૂતન હાઈસ્કુલના આચાર્યના અધ્યક્ષ સ્થાને જૉયાયૉ શોધ પાત્રના વાંચન બાદ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમનું સંચાલન કુમાર ફાઉન્ડેશનના પ્રમુખ કુમાર જૈમીની શાસ્ત્રી દ્વારા કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પી.એચ.ડી નાં વિધાર્થી અને રાયસિંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પરમારે કરી હતી. વિધાર્થીઓએ પ્રતિભાવ આપ્યો હતો પરિસંવાદની આભારવિધિ આપી હતી.
પંચમહાલ રાજુ સોલંકી