ગોધરા શહેરના હાર્દસમાં ગણાતા શહેરા ભાગોળથી પીમ્પયુટર ચોક સ્વામીનારાયણ મંદિર સુધીના રસ્તા અને ગટરલાઈનનુ કામ પુર્ણ કરવા માટે નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં અરજી કરવામા આવી છે. લેખિત આવેદનમાં જણાવામા આવ્યુ છે ‘‘ગોધરા શહેરના હાર્દસમાં ગણાતા શહેરા ભાગોળથી પીમ્પયુટર ચોક સ્વામીનારાયણ મંદિર સુધીના રસ્તા અને ગટરલાઈનનુ કામ આજ દિન સુધી પુર્ણ થયેલ નથી.આ કામ અંગે જીલ્લા સંકલનમાં પણ રજુઆત કરવામાં આવી હતી.અને નગરપાલિકા દ્વારા લેખિત ખાત્રી પણ આપેલ છે. છતા વિકાસલક્ષી રસ્તાનુ કામ શરુ થયેલ નથી. ત્યારબાદ કલેકટર, સાંસદ, પંચમહાલ, શાસક પક્ષના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદાર, પક્ષના કાઉન્સીલરો, વોર્ડના કાઉન્સીલરો, લેખીત અને મૌખિક રજુઆત કરેલ છે. પરંતુ આજદિન સુધી રસ્તો બનાવાની કાર્યવાહી કરવામા આવી નથી. આ રસ્તો ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગને જોડતો રસ્તો છે અને આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા અને સ્વામીનારાયણ મંદિર અને પૌરાણિક મસ્જિદ આવેલા છે. શહેરીજનોથી ધમધમતો રોડ છે. અને શહેરના મોટાભાગના તહેવારોની ઉજવણી પણ અહીથી જ થાય છે. રસ્તાની ચાલુ ગટરલાઈનની કામગીરી પણ આ મંજુર થયેલ રસ્તો શરુ નહી કરવાથી અધુરી પડી રહેલ છે. આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી પડતર છે. આ રસ્તા ઉપર ભારે વાહનો પસાર થાય છે. સતત વરસાદી પાણી ભરાઈ રહે છે. ગોધરા શહેરના મુખ્ય તમામ માર્ગોને જોડતો રસ્તો હોઈ આપશ્રીને અંગત રસ લઈને કામગીરી પુર્ણ કરવા માટે આવેદનપત્રમાં જણાવાયુ છે. ગોધરા નગર પાલિકાના વહીવટી તંત્ર તેમજ ભાજપના શાસકોને શહેરના માર્ગોની દુર્દશા નજરે પડતી હોઇ ખખડધજ માર્ગોને કારણે ગોધરાની ગણના નાના નગરની સમકક્ષ થવા લાગી છે. ઉબડખાબડ રસ્તાઓથી શહેરીજનો-રાહદારીઓ અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. ગોધરા શહેરમાં આ વર્ષે વરસેલા વરસાદ તથા કથિત નબળા કામના કારણે જર્જરિત સાથે ભયજનક બની ગયેલા માર્ગોના મુદ્દે ગોધરાના હરીશભાઈ મંજાની દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને લેખિત પત્ર પાઠવી આ મુદ્દે કડક વલણ અપનાવવા જણાવાયું છે. રસ્તાના મુદ્દે વગોવાઈ ગયેલું નગર એવું ગોધરા લોકોમાં આ મુદ્દે ટીકા તથા પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. શહેરમાં હાલ મહદઅંશે રસ્તાઓ ખખડી ગયા છે. આટલું જ નહીં નવા બનેલા ડામર રોડ, સી.સી.રોડ ઉખડીને જાણે નાબૂદ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળતા રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો પણ સમયાંતરે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા શહેરમાં ધમધમતા શહેરા ભાગોળમાં રસ્તાની સમસ્યાને લઈને લેખિત રજુઆત.
Advertisement