Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં ભાજપા અગ્રણીઓના ઉપવાસ આંદોલન.

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

કોંગ્રેસ દ્વારા લોકતંત્રની હત્યા કરવાના આક્ષેપ સાથે આજે ભાજપા દ્રારા ઉપવાસ આંદોલન શરુ કરવામા આવ્યુ છે.જેમા લોકતંત્ર બચાવો અર્તગત આજે રાજયભરમા ઉપવાસનો દોર ચાલ્યો છે.પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્રારા પણ લોકતંત્ર બચાવો અંર્તગત એક દિવસના પ્રતિક ઉપવાસ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે રાખવામા આવ્યા હતા,જેમા સાસંદથી માડીને ધારાસભ્યો,ભાજપા હોદ્દેદારો, ભાજપા મહિલા અગ્રણીઓ,કાર્યકરો જોડાયા હતા.
પ્રાપ્ત વિગતો અનૂસાર ગોધરા શહેર માં આવેલી કલેકટર કચેરીની પાસે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્રારા ” લોકતંત્ર બચાવો ઉપવાસ” રાખવામા આવ્યા હતા.દેશની વિકાસયાત્રામાં અવરોધ ઉભો કરવા અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા લોકશાહીનાં મંદિર ગણાતા સંસદમાં ગતિરોધ ઉભો કરવાના વિરોધમાં આજે ગુજરાતભરમાં ભાજપ દ્વારા પ્રતિક ધરણા ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કોંગ્રેસનો વિરોધ કરવા ઉપવાસ કાર્યક્રમ રાખવામા આવ્યા હતા. જેમા ભાજપાના અગ્રણીઓએ હાથમાં ” કોંગ્રેસ કા ભ્રષ્ટ્રાચાર કે સાથ”, ” જનાદેશ કે ખિલાફ નહી ચલેગા કોંગ્રેસ કા ષડયંત્ર” ના લખાણવાળા પ્લેકાર્ડ સાથે વિરોધ પણ કર્યો હતો. આ ઉપવાસ આંદોલનમાં હાલોલના ધારાસભ્ય અને મંત્રી જયદ્રથસિંહ પરમાર,ગોધરાના સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ,ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, તથા યુવાનેતાઓ મેહુલ પટેલ, સહિત ભાજપાના હોદ્દેદારો મહિલા આગેવાનો,કાર્યકરો, ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની વેક્સિનની જેમ “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરવા અપીલ કરી.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં વલણ જિલ્લા પંચાયત તેમજ કોલીયાદ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!