Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાનાં પાલિકાનાં પ્રમુખનો વોર્ડ સુવિધાઓથી વંચિત, ગતિશીલ ગુજરાતનો ફ્લોપ શો.

Share

આજકાલ રાજયમાં ગતિશીલ ગુજરાત અને દેશમાં અચ્છે દિનની વાતો ફક્ત વાગોળવામાં જ આવે છે. પરંતુ ગુજરાતના વિકાસ મોડેલને દેશનું વિકાસ મોડેલ ગણાવવામાં આવી રહ્યું છે. પણ અહીં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે. ગોધરા શહેરમાં આવેલ ગોધરા નગર પાલિકા પ્રમુખના વોર્ડમાં પાયાની સુવિધાઓથી આજે પણ વંચિત છે. જેમાંનું એક પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકી વાસમાં જયાં આજે પણ સ્ટ્રીટ લાઈટ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે જેથી અહીં વસતા લોકોની હાલત ખુબ જ દયનીય સ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. ગોધરા શહેરના વાલ્મીકી વાસ ખાતે છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા નાંખવામાં આવેલ એલઈડી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે પ્રજા હાલાકી ભોગવવી પડે છે અને બીજી બાજુ ચોમાસાની સિઝનમાં રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે જન જનાવર અને ચોર લુંટારુઓનો ભય સતાવી રહ્યો છે ત્યારે ગોધરા નગરપાલિકાના જે-તે વિભાગના અધિકારીઓ સત્વરે ગોધરાના વોર્ડ નંબર 4 માં આવેલ વાલ્મીકી વાસમાં બંધ અવસ્થા સ્ટેટ લાઈટ વહેલી તકે ચાલુ કરે તે માટે લોકમાંગ ઉઠવા પામી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં 45 થી વધુ વયના લોકો માટે 3 સેન્ટરો પર કોવીડ – 19 નું રસીકરણ શરૂ : જુઓ ક્યાં સ્થળ પર.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ ગોધરા શહેર સહિત તાલુકામાં વહેલી સવારે વરસાદ પડયો.

ProudOfGujarat

ભ્રસ્ટાચાર ની મોટી તિરાડ અંકલેશ્વર ખાતે રીપેરીંગ થઈ તૈયાર થયેલા ONGC બ્રિજ પર જોવા મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!