પંચમહાલ જીલ્લામાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૫૦૦ નો આંક વટાવી ગઈ છે. લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં કોરોના વોરિયર્સ તરીકે પાલિકાઓમાં કામ કરતા સફાઈકર્મીઓએ અસલી કોરોના વોરિયસનું કામ કરી બતાવ્યુ છે અને શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જઈ કચરો સાફ કરીને ગંદકી દૂર કરવાનું મોટુ કામ કર્યુ છે.ત્યારે આ સફાઈ કરનાર કર્મચારી જે વિભાગમા સેવા બજાવે ત્યારે મોંઘવારીમાં પણ સારા વળતરની આશા રાખે તેમા કોઈ બેમત નથી.ગોધરા શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં પણ કોરોનાની મહામારીનાં માહોલમાં સફાઈ કર્મચારીઓએ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ગોધરા નગરપાલિકામાં 300 થી વધુ સફાઈકર્મીઓ ફરજ બજાવે છે. તેમાંના ફરજ બજાવતા ૭૦ જેટલા સફાઇ કર્મચારીઓનો 2015 માં ફિક્સ પગારથી ઓર્ડર આપ્યો હતો જેનો પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલ છે તે છતા નગરપાલિકા દ્વારા પુરો પગાર ના આપવામાં આવતા સફાઇ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ પુરો પગાર આપવામા આવે તેવી માંગ કરી રહ્યા છે. હાલમા કર્મચારીઓને ૧૬,૨૦૦ રૂપિયા પગાર આપવામાં આવે છે. મોંઘવારીમાં હાલ ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. બીજુ કે લોકડાઉન બાદ કેટલીક ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીની અસર જોવા મળી છે.આ મામલે પાલિકાના ચીફ ઓફીસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે” તેમનો ફુલ પગાર થઇ જશે અને તેની ગણતરી ચાલી રહી છે. તેવું સીનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશ પટેલ કહી દીધું છે અને જેમને જે તારીખે મળવાનુ છે તે તારીખે મળશે અને એરીયર્સ સાથે તેઓનો પગાર વધારો મળશે.
પંચમહાલ રાજુ સોલંકી